SAURASHTRA TIMES

45k Followers

આગુજરાત સરકારે જાહેર કરી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2, 4% વ્યાજે 2.5 લાખ સુધીની લોન

22 Jun 2020.1:33 PM

લોકડાઉન અને કોરોનાને કારણે સર્જાયેલા આર્થિક પડકારને પગલે ગુજરાત સરકારે આજે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 ભાગની જાહેરાત કરી છે. 5,000 કરોડ રુપિયાની આ રાહત યોજના હેઠળ સરકાર 4 ટકાના વ્યાજ દરે નાના વેપારીઓ તેમજ અન્ય મધ્યમ આવક ધરાવતા લોકોને અઢી લાખ રુપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વિના આપશે.

સરકારે અગાઉ ટૂંકી આવક ધરાવતા નાના દુકાનદારો, કારીગર વર્ગ તેમજ અન્ય લોકોને રાહત દરે 1 લાખ રુપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી, જેના ફોર્મનું વિતરણ સહકારી બેંકોમાં શરુ કરાયું હતું અને તેને લેવા માટે લોકોની લાઈનો લાગી હતી.

 Vijay Rupani

આત્મનિર્ભર સહાય યોજના-1 હેઠળ રૂ.

૧ લાખ સુધીની બે ટકાના વ્યાજે મળનારી લોનના ફોર્મ લેવા માટે ગુજરાતભરના લોકોએ સહકારી બઁકોમાં લાઈનો લગાવી હતી, પરંતુ મોટાભાગના લોકો ફોર્મ મેળવ્યા વિના વિલા મોંએ પાછા ફર્યા હતા. અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્ક અને અમદાવાદ જિલ્લા સહકારી બૅન્ક સહિતની સંખ્યાબંધ કોઓપરેટીવ બૅન્કોમાં રૂા. ૧ લાખ સુધીની લોન મેળવવા હજારો લોકોએ લાઈન લગાવી હતી, પરંતુ ઘણી સહકારી બૅન્કોમાંથી ફોર્મ મળી શક્યા જ નહોતા. લૉકડાઉનને કારણે ફોર્મ છપાયા ન હોવાથી કેટલીક બૅન્કોએ તેમને કોમ્પ્યુટર પ્રીન્ટ કાઢીને આપી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં ફોર્મ લેવા માટે મસમોટી લાઈનો લાગી હતી. પરંતુ ફોર્મ મળી શક્યા નહોતા. બીજી તરફ નાના વેપારીઓને આત્મ નિર્ભર બનાવવા માટે સહકારી બૅન્કોમાંથી માત્ર બે ટકા વ્યાજ લઈને લોન આપવાની યોજના હેઠળ લોન લેનાર જો નિયમિત હપ્તો ન ભરે તો સહકારી બૅન્કોને છ ટકા વ્યાજ સબસિડી ન આપવાનું સરકારે સ્ટેન્ડ લીધું હોવાથી સહકારી બૅન્કો લોન આપવી કે ન આપવી તે અંગે અસમંજસમાં પડી ગઈ છે. નાના માણસોને આપવામાં આવતી લોનના હપ્તા નિયમિત ન ભરાય તેવી શક્યતા રહેલી છે. આ સંજોગોમા ંસરકાર તરફથી બૅન્કોને છ ટકાના વ્યાજ સબસિડી ન અપાય તો તેમણે મૂડી ગુમાવવાની સાથેસાથે જ વ્યાજની સબસિડી પણ ગુમાવવી પડી શકે છે.

 vijay 2 1024×683

નિયમિત હપ્તા ન ભરનારને વ્યાજ સબસિડી ન આપવાને મુદ્દે ગુજરાત સરકારના જીઆરમાં જોગવાઈ હોવાથી સહકારી ક્ષેત્ર માટે લોન આપની કઠિન બની શકે છે. દસલાખ નાના કારીગરોને લોન લેવા માટેના ફોર્મ લેવા ગયેલાઓને ફોર્મ છપાયા જ ન હોવાથી સંખ્યાબંધ બૅન્કો ફોર્મ જ ન આપી શકી નથી. કેટલીક બૅન્કોએ કોમ્પ્યુટર પર ફોર્મ તૈયાર કરીને તેના પ્રીન્ટ આઉટ કાઢીને અરજદારોને આપ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. માત્ર અમદાવાદ જિલ્લા સહકારી બૅન્ક આ ફોર્મ આપી શકી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજું, કારીગરો બૅન્ક તરફથી તેમને રૂા. ૧ લાખ સુધીની આર્થિક સહાય મળવાની હોવાની ગેરસમજ સાથે ફોર્મ લેવા આવી રહ્યા છે.

પરંતુ તેમને લોન આપવામાં આવી રહી છે. સરકારી સહાય નહિ તે દરેક લોન માટે અરજી કરનારાઓએ સમજી લેવું જોઈએ. તેમણે તે આઠ ટકા વ્યાજ સાથે પરત ભરવી પડશે. ત્યારબાદ સરકાર તેમના ખાતામાં છ ટકા વ્યાજ સબસિડી જમા કરાવશે. તેઓ નિયમિત હપ્તા નહિ ભરે તો તેમને વ્યાજ સબસિડી આપવામાં આવશે નહિ. સહકારી ક્ષેત્રના આગેવાનોનું કહેવું છે કે કારીગરો અને વ્યવસાયિકો નિયમિત હપ્તા ન ભરે તો વ્યાજ સબસિડી ન આપે તેવી સરકારની શરતને રદ કરી દેવાની માગણી સહકારી આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આ અંગે હજી સુધી કોઈ જ નિર્ણય સરકાર તરફથી લેવાયો હોવાની જાહેરાત થઈ નથી. સરકાર આ નિર્ણય ન લેતો સહકારી બૅન્કોએ મૂડી ઉપરાંત વ્યાજ સબસિડી પણ ગુમાવવી પડી શકે છે.

 697950 vijayrupani nitinpatel 062718

આ અગાઉ સહકારી બૅન્કોએ દસ લાખ નાના કારીગરો દુકાનદારોને ધિરાણ આપવા માટેની મૂડી પર પણ ૬૦, ૪૦ અને ૩૦ ટકાના ધોરણે સબસિડી આપવાની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને સરકારે અમાન્ય રાખી હતી. નાના વેપારીઓ અને કારીગરોને આત્મ નિર્ભર સહાય યોજના હેઠળ રૂા. ૧ લાખ સુધીની લોન માત્ર બે ટકા વ્યાજે આપવાની જાહેરાત તો સરકારે કરી દીધી છે, પરંતુ સહકારી બૅન્કો કુલ સભાસદના ૨૦ ટકાથી વધુ નોમિનલ સભ્ય બનાવી ન શકતી હોવાથી ૨૭૦ બૅન્કો અને ૬૦૦૦ ક્રેડિટ સોસાયટીઓ મળીને ૧૦ લાખ લોકોને લોન આપી શકશે કે કેમ તે એક સવાલ પહેલા દિવસે જ ઊભો થયો છે.

આ સંજોગોમાં રિઝર્વ બૅન્કની અનુમતી મેળવીને નોમિનલ સભ્યની ટકાવારી ૨૦થી વધારીને ૪૦ કરાવી આપવાની દરખાસ્ત સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી છેે. આ અંગે સહકારી બૅન્કના એક આગેવાન કહે છે કે નોમિનલ સભાસદ અંગેના દરેક બૅન્કના નિયમો અલગ અલગ છે. તેને પરિણામે લોન આપવામાં મુશ્કેલી ઊભી થશે. નોમિનલ સભાસદને કેવું ધિરાણ આપવું તે પણ નિયમમાં જણાવેલું હોય છે. સોના ચાંદી પર ધિરાણ આપવું કે કન્ઝ્યુમર ડયુરેબલ માટે ધિરાણ આપવું હોય તો તેવા ધિરાણ લેનારાઓને નોમિનલ સભ્ય બનાવવાનો નિયમ કેટલીક સહકારી બૅન્કોએ કરેલો છે. આ સંજોગોમાં નોમિનલ સભ્યને અન્ય કયા કયા હેતુ માટે લોન આપવી તે સ્પષ્ટ થતું નથી. સરકારે જે વ્યાવસાયિકોને લોન આપવા જણાવ્યું છે તેમને કયા હેડ હેઠળ લોન આપવી તે એક મોટો સવાલ છે. પરિણામે સંખ્યાબંધ બૅન્કોએ નોમિનલ સભાસદને કયા હેતુ માટે ધિરાણ આપવું તે અંગેના નિયમોમાં ફેરફાર કરવો પડશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: SAURASHTRA TIMES

#Hashtags