સાંજ સમાચાર

310k Followers

પ્રાથમિક શાળાના બાળકોની એકમ કસોટી રદ કરવા માંગ

03 Jul 2020.3:29 PM

જામનગર.તા.3
પ્રાથમિક શાળાના બાળકોની એકમ કસોટી રદ કરવા જી.સી.આઈ.આર.ટી.ના નિયામકને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
જી.સી.આઈ.આર.ટી.ના નિયામકને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તા.29 અને 30ના રોજ હોમ લર્નિંગની એકમ કસોટી લેવાનો નિર્ણય કરવામાં આવેલો છે.

જેમાં હાલની પરિસ્થિતિમાં પેપરો ઘેર-ઘેર પહોચાડી શકાય તેવું જણાતું નથી. ખાસ કરીને અમદાવાદ, વડોદરા સુરત જેવા મહાનગરોની સાથે સાથે અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણ વધતું જાય છે. જયારે તાજેતરમાં જ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે ગુજારત સરકારે યુનિવર્સીટીઓની પરિક્ષાઓ પણ મોકૂફ રાખેલ છે.

આમ, આ પરિસ્થિતિ જોતા અને સંક્રમણનો ભોગ કોઈ ન બને તે માટે પ્રાથમિક શાળાઓના બાળકોની એકમ કસોટીઓનો નિર્ણય રદ કરવા જી.સી.આઈ.આર.ટી.ના નિયામકને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar