સંદેશ

1.5M Followers

શિક્ષણ વિભાગની ચોખ્ખી સ્પષ્ટતા, 'ગુજરાતની તમામ યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરે'

12 Aug 2020.2:18 PM

કોરોના મહામારી આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના પ્રોટોકોલ મુજબ રાજ્યની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવી પડશે. ઓગસ્ટમાં પરીક્ષાઓ રદ કર્યા બાદ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ વિભાગની સ્પષ્ટતા પ્રમાણે કોઈ પણ યુનિવર્સિટીને પરીક્ષાઓ રદ કરવા કોઈ આદેશ ન કરાયા હોવાની વાત કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજયની યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ પુર્ણ કરવી પડશે. ગુજરાત યુનિવર્સીટી અને જીટીયુ દ્વારા ઓગષ્ટમા લેવાનાર પરીક્ષાઓ રદ્દ કર્યા બાદ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ વિભાગની સ્પષ્ટતામાં યુનિવર્સીટીઓને પરીક્ષા રદ કરવા મુદે કોઈ આદેશ કરાયા ન હોવાની વાત કરી છે.

યુનિવર્સીટીઓએ ભારત સરકારના પ્રોટોકોલ પ્રમાણે 30મી સપ્ટેમ્બર પહેલા પરીક્ષાઓ પુર્ણ કરવી પડશે.

ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ, જૂનાગઢ યુનિવર્સિટી, પાટણ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલનના અભાવે ઓફલાઈન પરીક્ષા જાહેર કર્યા પછી મોકૂફ રાખવાની ફરજ પડયાં બાદ સફાળા જાગી ઉઠેલા શિક્ષણ વિભાગે આજે સુધારેલો પરિપત્ર કરીને ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખવી યોગ્ય નથી તેમ તમામ યુનિવર્સિટીઓને જણાવ્યું છે.

ગૃહ મંત્રાલયે છેક ૨૯મી જુલાઈએ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચનાઓ જાહેર કરી દીધી હતી. ત્યારબાદ છેક ૭મી ઓગસ્ટે શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હતો અને તેમાં પણ પરીક્ષા અંગે કોઈ સ્પષ્ટ સૂચના લખી નહોતી. માત્ર કોલેજો બંધ રાખવાનું કહ્યું હતું.

બીજી તરફ યુનિવર્સિટીઓ, કોલેજો, સંચાલકો અને અધ્યાપક આલમમાં મૂંઝવણ હતી કે જો ૩૧મી ઓગસ્ટ સુધી કોલેજ બંધ રહેવાની હોય તો ઓફલાઈન પરીક્ષા કઈ રીતે લેવી ? પરીક્ષા લેવી હોય તો કોલેજ ખોલવી પડે. હવે આજે શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને એમ કહ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ તરફથી શિક્ષણ વિભાગના તા.૭-૮ના પત્રનો હવાલો ખોટી રીતે આપીને ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખી છે જે યોગ્ય નથી. શિક્ષણ વિભાગના તા.8-7ના પરિપત્રથી આપવામાં આવેલી સૂચના અનુસાર પરીક્ષાઓ યોજવાની રહે છે.

સમગ્ર ઘટનાક્રમમાં દીવા જેવું સ્પષ્ટ છે કે વિભાગે પરિપત્ર કર્યો તેમાં પરીક્ષા લેવી કે નહીં લેવી તેની ચોખવટ કરી નહીં. તેના કારણે આ પરિપત્રનું દરેક યુનિવર્સિટીઓએ પોતાની રીતે અર્થઘટન કરીને ઓફલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો.

આગામી એક કે બે દિવસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી ઓનલાઈન પરીક્ષા યોજવા અંગે સત્તાવાર જાહેરાતની શક્યતા છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા યોજવા તૈયારીઓ શરૂ કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ વિષયો સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા અંગે તાજેતરમાં ચર્ચા થઈ હતી. તો જીટીયુના પણ પરીક્ષા બાકી છે. આવામાં આ યુનિવર્સિટીઓના માથે પરીક્ષા વહેલી તકે યોજાઈ લેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

જુઓ આ પણ વીડિયો: વડોદરામાં બુટલેગરનો વીડિયો થયો વાયરલ

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags