News18 ગુજરાતી

981k Followers

વ્યસનના બંધાણીઓ માટે માઠા સમાચાર! પાન-મસાલા, સિગારેટ થઈ શકે છે વધારે મોંઘા

12 Aug 2020.4:21 PM

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (coronavirus) લોકડાઉન (locdown) દરમિયાન પાન-મસાલાના ગલ્લાઓને ખોલવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે વ્યસનના બંધાણીઓને ભારે હાલાકની સામનો કરવો પડ્યો હતો. જોકે, આવા લોકો માટે ટૂંક સમયમાં માઠાં સમાચાર આવી શકે છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક આ મહિને (GST Council Meeting) યોજાનારી છે. જીએસટી કાઉન્સિલ (GST Council)ની બેઠક ઓગસ્ટ મહિનામાં ગમે ત્યારે યોજાઈ શકે છે. કમ્પન્સેશન જરૂરિયાતોને પુરી કરવાના ઉપાયો ઉપર બેઠકનો એક માત્ર એજન્ડા રહેશે. આ ઉપરાંત બેઠકમાં કમ્પન્સેશન ફંડને વધારવા માટે ત્રણ મુખ્ય સલાહ ઉપર પણ ચર્ચા થવની સંભાવના છે.

CNBC-TV18ને સૂત્રો પાસેથી મળેલી માહિતા પ્રમાણે GST કાઉન્સિલની બેઠકમાં કેટલાક રાજ્યોના અહિતકર સામાન એટલે કે સિન ગુડ્સ (Sin Goods) ઉપર સેસ વધારવાનો પ્રસ્તાવ ઉપર ચર્ચા થઈ શકવાની સંભાવના છે.

સિન ગુડ્સ ઉપર સેસ વધારવાની સલાહ આપનાર રાજ્યોમાં પંજાબ, છત્તીસગઢ, બિહાર, ગોવા અને દિલ્હીનો સમાવેશ થાય છે.

અત્યારેના જીએસટી રેટ સ્ટ્રક્ચર અનુસાર કેટલાક સિન ગુડ્સ જેમાં સિગારેટ, પાન માસાલા અને એરેટેડ પેયનો સમાવેશ થાય છે જેના ઉપર સેસ લાગે છે. સિન ગુડ્સ ઉપરાંત કાર જેવા લક્ઝરી પ્રોડક્સ ઉપર પણ સેસ લગાવવામાં આવે છે. અત્યારે પાન મસાલા ઉપર 100 ટકા સેસ લાગે છે. અને સેસ નિયમો અનુસાર વધુમાં વધુ 130 ટકા સુધી સેસ વધારી શકાય છે. જેનો મતલબ છે કે જીએસટી કાઉન્સિલ જો નિર્ણય લે તો પાન મસાલા ઉપર વધુ 30 ટકા સેસ વધી શકે છે.

આવી રીતે એરેટેડ પેય ઉપર 12 ટકા સેસ લાગે છે. જોકે, કાયદામાં વધુમાં વધુ સેસ લગાવવાની સીમા 15 ટકા છે. આમ જો કાઉન્સિલ નિર્ણય લે તો ત્રણ ટકા વધારે સેસ લાગી શકે છે. (તમામ પ્રતિકાત્મક તસવીર)

સિગારેટ ઉપર 290 ટકા સુધી વધુમાં વધુ સેસ લગાવી શકાય છે. અત્યારે એડ વેલેરમ સહિત સિગારેટની દરેક શ્રેણી ઉપર 4170 રૂપિયા પ્રતિ હજાર સ્કિટ વધારાનો બોજો વહન કરે છે. આ સેસ એક વિશિષ્ટ પ્રકારની સિગારેટ ઉપર લગાવવામાં આવી શકે છે. સેસની ટકાવારીની વાત કરીએ તો માત્ર અધિકતમ 36 ટકા સેસ અત્યાર સુધી લાગુ થયો છે. આ જોતા જીએસટી કાઉન્સિલ પાસે 254 ટકા વધારે સેસ લાગુ કરવાનો વિકલ્પ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News18 Gujarati

#Hashtags