સંદેશ

1.5M Followers

વૈજ્ઞાનિકોની ચેતવણી, સૂર્ય પર સનસ્પોટમાં થયો મોટો ફેરફાર, પૃથ્વી માટે મોત સમાન

11 Aug 2020.9:20 PM

આપણો સૂર્ય 11 વર્ષથી લોકડાઉનમાં હતો. હવે તે જાગ્યો છે. તેમાં એક મોટો સનસ્પોટ જોવા મળ્યો છે. એટલે કે સૌર ડાઘ. આ ડાઘ એટલો મોટો છે કે તેમાંથી નીકળતી સૌર જ્વાળાઓ એટલે કે સૌર ફ્લેયર્સ પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે છે. આ સૌર જ્વાળાઓ પૃથ્વીની સંચાર પ્રણાલીને વિક્ષેપિત કરી શકે છે. ઉપગ્રહ સંચારને અસર થઈ શકે છે. નેવિગેશન વગેરેમાં સમસ્યા આવી શકે છે એટલે કે હવા અને દરિયાઈ ટ્રાફિકમાં સમસ્યા ઉભી થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ એ વાતને માની છે કે દર 11 વર્ષે સૂર્યની સપાટી પર ઘણા ફેરફારો થાય છે. તે છેલ્લા 11 વર્ષોથી શાંત હતો. પરંતુ હવે તેમાં હલચલ મચી ગઈ છે. તાજેતરમાં જ સૂરજમાં એક મોટી જગ્યા જોવા મળી છે.

AR2770 નામનો આ સનસ્પોટ પૃથ્વી તરફ ઘૂમી રહ્યો છે અને આગામી દિવસોમાં તેનો આકાર મંગળ કરતા પણ મોટો થઈ શકે છે તેવી વૈજ્ઞાનિકોની ચેતવણી છે. સૂર્યમાં દેખાયેલા AR2770 સનસ્પોટની પહેલી તસવીર અમેરિકાના ફ્લોરિડાના રહેવાસી અને એસ્ટ્રોનોમર માર્ટિન વાઈઝે લીધી હતી. એસ્ટ્રોનોમર વાઈઝે સોલર ફિલ્ટર્સ લગાડેલા 8 ઈંચના ટેલિસ્કોપથી સનસ્પોટથી તસવીર લીધી છે. આ સનસ્પોટ મંગળ ગ્રહ જેટલો મોટો છે અને તેની અંદર પણ ઘણા સ્પોટ છે જે ચંદ્રની સપાટી પરના ખાડાઓ જેવો દેખાય છે. આ સનસ્પોટમાંથી નીકળનારી સૌલર જ્વાળાઓ પૃથ્વીને તથા સેટેલાઈટ કમ્યુનિકેશન સિસ્ટમને તબાહ કરી શકે છે. સાથે સાથે નેવિગેશન તથા હવાઈ અને સમુદ્રી ટ્રાફિક માટે પણ અડચણરૃપ બની શકે છે.

આ સનસ્પોટને AR 2770 એવું નામ અપાયું છે તથા અનેક જ્વાળાઓ તેમાંથી બહાર નીકળી છે. પૃથ્વી તરફ ફરી રહેલા આ સનસ્પોટે પૃથ્વીના વાયુમંડળમાં આયનીકરણની એક લહેર પેદા કરી નાખી છે. સૂર્ય પર બનનાર સનસ્પોટ કાળા ડાઘ હોય છે જે અવકાશમાં બનનાર તારાની તુલનામાં ઘણા ઠંડા હોય છે પરંતુ તેનું મેગ્નેટિક ફિલ્ડ એટલું મોટું હોય છે કે તે વિશાળ માત્રામાં ઊર્જા બહાર ફેંકે છે અને આ ઊર્જા સૌર જ્વાળા જેવી દેખાતી હોય છે. સોલર જ્વાળાને કોરોનેલ માસ ઈન્જેક્શન પણ કહેવાય છે. ઘણી વાર તો સનસ્પોટનો આકાર 50 હજાર કિલોમીટર વ્યાસનો હોય છે. સનસ્પોટમાંથી ગર્મ પ્લાઝમાના પરપોટા પણ નીકળે છે જેનો વિસ્ફોટક થતા સૌર જ્વાળાઓ ઊઠે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags