GSTV

1.3M Followers

Jioની સ્વતંત્રતા દિવસ પર જોરદાર ઓફર, 5 મહિના સુધી મળશે મફત ઇન્ટરનેટ અને કોલિંગ

17 Aug 2020.10:25 AM

રિલાયન્સ જિઓએ (Jio)સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ ઓફર જાહેર કરી છે. આ નવી ઓફર અંતર્ગત, ગ્રાહકોને JioFi 4G વાયરલેસ હોટસ્પોટ ખરીદવા પર 5 મહિના માટે મફત ડેટા અને જિયો ટુ જિયો (Jio)કોલિંગ મફત મળશે. જિઓની સ્વતંત્રતા ઓફરની કિંમત 1,999 રૂપિયા છે. આ ઓફર મેળવવા માટે, ગ્રાહકોને પ્રથમ JioFiના હાલનો પ્લાન લેવાની જરૂર રહેશે.

જાણો શું છે Jioની ઓફર

એકવાર તમે રિલાયન્સ ડિજિટલ સ્ટોર પરથી JioFi હોટસ્પોટ ખરીદો અને Jio સિમ સક્રિય કરો, સીમ એક્ટિવ થઈ ગયા બાદ ગ્રાહકો JioFi માટે ઉપલબ્ધ કોઈપણ એક પ્લાન પસંદ કરી શકે છે અને તેને ઉપકરણ માટે સક્રિય કરી શકે છે.એકવાર ડિવાઇસમાં સિમ દાખલ થઈ જાય, પછી યોજના 1 કલાકમાં શરૂ થશે.

માયજિઓ એપ્લિકેશન દ્વારા યોજના અને સક્રિયકરણ સ્થિતિ ચકાસી શકાય છે. જિઓફાઈ ડિવાઇસેસ કંપનીની સાઇટ પરથી ઓનલાઇન ખરીદી શકાય છે.

JioFi નો સસ્તો પ્લાન 199 રૂપિયા છે. તેને દરરોજ 1.5 GB ડેટા મળે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. વધારાના 99 રૂપિયા આપીને ગ્રાહકો કેટલાક વધુ ફાયદાઓ પણ માણી શકે છે. જેમાં જિયો પ્રાઈમ સભ્યોને 1.5 જીબી દૈનિક ડેટા, નેટ ફ્રી કોલિંગ, દર 28 દિવસમાં ઓફ-નેટ કોલિંગ માટે 1000 મિનિટ અને 100 રાષ્ટ્રીય એસએમએસ મેળવી શકે છે.

JioFi ના બીજા પ્લાનની કિંમત 249 રૂપિયા છે. આમાં, જેમાં 2 જીબી ડેટા 28 દિવસ માટે દરરોજ આપવામાં આવે છે. અહીં પણ 99 રૂપિયા વધારાના ચૂકવીને દરરોજ 2 જીબી ડેટા, જિઓ પ્રાઇમ મેમ્બરશીપ, ઓtન નેટ ફ્રી કોલિંગ, 28 દિવસ માટે ઓફ નેટ કોલિંગ માટે 1000 મિનિટ અને 112 દિવસ માટે દરરોજ 100 એસ.એમ.એસ. મેળવી શકો છો.

અંતે, ત્રીજા પ્લાનની વાત કરીએ તો તેની કિંમત 349 રૂપિયા છે. આમાં ગ્રાહકોને 28 દિવસ સુધી 3 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં પણ 99 રૂપિયા વધારાના ખર્ચીને ગ્રાહકો દરરોજ 3 જીબી ડેટા, જિઓ પ્રાઇમ મેમ્બરશીપ, અનલિમિટેડ ઓન-નેટ કોલિંગ, 28 દિવસ માટે ઓફ-નેટ કોલિંગ માટે 1000 મિનિટ અને 100 નેશનલ એસએમએસ પણ મેળવી શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags