VTV News

1.2M Followers

નિવૃત્તિ / ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, પોતાના ઈન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત

15 Aug 2020.8:01 PM

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતને વર્લ્ડ કપ અપાવનાર કપ્તાન M S ધોનીએ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. નોંધનીય છે કે ધોની ઘણા સમયથી મેદાનમાં ઉતર્યા નહોતા અને IPLમાં કમબેક કરવા જઈ રહ્યા છે. તેમની નિવૃત્તિની અટકળ આ વર્ષે તેજ બની હતી પણ હવે તેમણે Instagram ઉપર સત્તાવાર જાહેરાત કરી છે.

મહેન્દ્રસિંહ ધોનીએ સંન્યાસની કરી જાહેરાત બાદ ક્રિકેટપ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે વર્લ્ડ કપ બાદ એક પણ મેચ નહીં રમેલા ધોનીએ અચાનક જ પોતાની નિવૃત્તિ જાહેર કરીને લોકોને ચોંકાવી દીધાં છે.

ઉલ્લેખનીય છે કે ધોની ભારતનો સૌથી સફળ કપ્તાન છે અને તેની આગેવામાં ટી-20 વિશ્વ કપ અને વન-ડે વિશ્વકપમાં જીત મેળવી

IPLમાં રમવાનું ચાલુ રાખશે

જો કે ક્રિકેટ જગતમાંથી સંન્યાસની જાહેરાત કરાઈ છે ત્યારે ધોની IPLમાં રમવાનું ચાલુ રાખશે. મહત્વનું છે કે વિશ્વકપ 2019 બાદ ધોની એકપણ મેચ નથી રમ્યો અને ત્યારથી તેના રિટાયર્મેન્ટની અટકળો તેજ બની હતી. આખરે ધોનીએ 39 વર્ષે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.

ધોનીની કારકિર્દી

 Source ; ESPNcricinfo

કેપ્ટન ધોનીની સિદ્ધિઓ

  • 1 ક્રિકેટ વર્લ્ડ કપ (2011)
  • 1 ટી 20 વર્લ્ડ કપ (2007)
  • 1 ચેમ્પિયન્સ ટ્રોફી (2013)
  • 3 આઈપીએલ ટાઇટલ (2010, 2011, 2018)
  • 2 ચેમ્પિયન્સ લીગ ટી 20 ના ટાઇટલ (2010, 2014)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન

  1. 10,773 વનડે રન, 444 વિકેટ પાછળ શિકાર
  2. 4,876 ટેસ્ટ રન, 294 વિકેટ પાછળ શિકાર
  3. 1,617 ટી 20 આંતરરાષ્ટ્રીય રન, 91 વિકેટ પાછળ શિકાર

ધોનીનું જીવન

ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે. તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો.

તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags