News18 ગુજરાતી

981k Followers

હવે નોકરી શોધવામાં Google કરશે તમારી મદદ, તમારે કરવું પડશે આટલું કામ

20 Aug 2020.00:16 AM

નવી દિલ્હી : કોરોના સંકટ (Coronavirus in India)વચ્ચે લાખોની સંખ્યામાં યુવાઓએ નોકરી ગુમાવી (Job Loss)દીધી છે. જ્યારે કરોડો લોકોના રોજગાર જ ખતમ થઈ ગયા છે. આવા સમયે ઓનલાઇન જોબ સર્ચમાં ઝડપથી વૃદ્ધિ થઇ છે. (Online Job Search) જો તમે પણ નોકરીની શોધ કરી રહ્યા છો તો ભારતમાં લોન્ચ કરવામાં આવેલ ગુગલની જોબ સર્ચિંગ એપ કોરમો જોબ્સ (Kormo Job)તમારી ઘણી મદદ કરી શકે છે. ગુગલે બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા પછી હવે આ જોબ સર્ચિંગ એપ ભારતમાં પણ લોન્ચ કરી છે. આ એપને ગત વર્ષે લોન્ચ કરી દેવામાં આવી હતી પણ હવે ગુગલે એપને રિબ્રાંડિંગ કરતા આખા દેશમાં ઉપલબ્ધ કરાવી છે. (પ્રતિકાત્મક તસવીર)

ગુગલની કોરમો જોબ્સ એન્ડ્રોઇડ બેસ્ડ એપ છે જે ગુગલ પ્લેસ્ટોર (Google Play Store)પણ ઉપલબ્ધ છે.

આ એપ પર તમારે પોતાની સ્કિલ પ્રમાણે અલગ-અલગ કેટેગરીમાં નોકરીઓના વિકલ્પ મળશે. જો તમે આ એપનો ફાયદો લેવા માંગો છો તો તમે પહેલા ગુગલ પ્લેસ્ટોર પર જઈને કોરમો એપ ડાઉનલોડ કરો. આ પછી કેટલીક જાણકારી આપીને પોતાનું રજિસ્ટર કરાવો. આ પછી તમારી સ્કિલ પ્રમાણે જોબ શોધી શકો છો. ગુગલના મતે આ એપ પર નોકરી શોધનારની સાથે બિઝનેસ સાથે જોડાયેલ લોકો પણ છે. આ સમયે એપ પર 20 લાખથી વધારે વેરિફાઇડ જોબ ઉપલબ્ધ છે. (પ્રતિકાત્મક તસવીર)

કંપનીનો દાવો છે કે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો (Zomato)અને ડંજોએ આ એપ દ્વારા ભરતી કરી છે. કોરમો જોબ્સના રીજનલ મેનેજર અને ઓપરેશન્સ લીડ બિકી રસેલે (Bickey Russell)કહ્યું કે કોરોના સંકટના કારણે લોકોના જોબ સર્ચ વિહેવિયરમાં ફેરફાર થઈ રહ્યો છે. અમે નવી સુવિધાઓ અને નોકરીઓ સાથે આમા નિવેશ કરવાનું યથાવત્ રાખીશું. જેથી યુઝર્સ સુવિધાનો પુરો ફાયદો ઉઠાવી શકે. (પ્રતિકાત્મક તસવીર)

ભારતમા કોરમો જોબ્સની ટક્કર LinkedIn સાથે થશે. જે વર્તમાન સમયમાં ભારતની સૌથી મોટી પ્રોફેશનલ જોબ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. આ સિવાય Shine.com, Monster અને Naukri.com સાથે પણ કોરમો જોબ્સની ટક્કર થશે. (પ્રતિકાત્મક તસવીર)

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News18 Gujarati

#Hashtags