GSTV

1.4M Followers

Rajasthanમાં 'કોઈ ભૂખ્યા ઊંઘે નહીં': અશોક ગેહલોતે શરૂ કરી ઈન્દિરા રસોઈ યોજના

20 Aug 2020.1:05 PM

Rajasthanમાં ગુરૂવારથી મુખ્યમંત્રી અશોક ગેહલોતે 'કોઈ ભૂખ્યા ઊંઘે નહીં' અભિયાનની શરૂઆત કરતા ઈન્દિરા રસોઈ યોજના શરૂ કરી છે. વસુંધરા રાજેની અન્નપૂર્ણા રસોઈ યોજનાને બંધ કરીને તેના બદલે અશોક ગેહલોત 8 રૂપિયામાં ભરપેટ ભોજનની ઈન્દિરા રસોઈ યોજના શરૂ કરી છે.

રાજીવ ગાંધી જયંતી પર અશોક ગેહલોતની અભિયાન

આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતી પર આને પ્રદેશભરના 213 શહેરી સંસ્થાઓમાં 358 રસોઈ સાથે શરૂ કરવામાં આવી રહ્યુ છે.

આ યોજનામાં રસોઈની જગ્યાએ બેસીને ભોજન કરવાની વ્યવસ્થા હશે. દરેક રસોઈમાં સીસીટીવી કેમેરા લાગેલા હશે અને ખાનારની તસવીર પણ ખેંચવામાં આવશે. મુખ્યમંત્રી ગેહલોત ગુરૂવારે 11 વાગે આની શરૂઆત કરશે.

Rajasthanમાં મળશે 8 રૂપિયામાં ભરપેટ ભોજન

Rajasthanમાં શહેરોમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ હોસ્પિટલ જેવા સ્થળો પર શરૂ કરવામાં આવી રહ્યુ છે. 8 રૂપિયામાં મુખ્યરીતે દાળ, રોટલી, શાક અને અથાણુ આપવામાં આવી રહ્યુ છે. રાજસ્થાન સરકાર અનુસાર પ્રતિ થાળી સરકાર 12 રૂપિયાનું દાન આપી રહી છે અને 8 રૂપિયા ખાનારને આપવા પડશે એટલે 20 રૂપિયાની એક થાળી હશે.

રોજના 1 લાખથી વધુ લોકોને ભોજન આપવાનો લક્ષ્‍યાંક

સરકાર અનુસાર દરરોજ 1 લાખ 34 હજાર અને સમગ્ર વર્ષમાં 4 કરોડ 87 લાખ લોકોને ભોજન કરાવવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યુ છે. આની ઑનલાઈન મોનિટરિંગ હશે અને મોબાઈલ પર કૂપનની માહિતી આપવી પડશે.

સવાર સાંજ આ સમયે મળશે જમવાનું

ભોજનનો સમય સવારે 8:30 વાગ્યાથી લઈને બપોરે 1:00 વાગ્યા સુધી હશે જ્યારે સાંજના ભોજનનો સમય સાંજે 5:00 વાગ્યાથી લઈને 8:00 વાગ્યા સુધી હશે. શરૂઆતમાં દરેક નિગમ ક્ષેત્રમાં 300 લોકોને, નગર પરિષદ અને પાલિકા ક્ષેત્રમાં 150 લોકોને સવાર-સાંજ જમવાનું જમાડવામાં આવશે.

JIO યુઝર્સને મળશે એવો લાભ કોઇને નહી મળે, આ રીતે ફ્રીમાં જુઓ IPL 2020ની Live સ્ટ્રીમીંગ

અશોક ગેહલોતે બંધ કરી હતી વસુંધરા રાજેની રસોઈ યોજના

અશોક ગેહલોતે સત્તામાં આવ્યા બાદ વસુંધરા રાજેની 8 રૂપિયામાં ભરપેટ ભોજન અને 5 રૂપિયામાં ભરપેટ નાસ્તો કરાવનારી અન્નપૂર્ણા રસોઈ યોજનાને બંધ કરી દીધી હતી. જેને પગલે લોકોમાં ભારે રોષ હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags