GSTV

1.3M Followers

આ બેન્કે શરૂ કરી જોબ આપવાની ખાસ યોજના, આ રીતે મેળવો બેન્કમાં Job

23 Aug 2020.06:38 AM

બેન્કિંગ સેક્ટરમાં નોકરીની તલાશ કરી રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. એક્સિસ બેન્કે આવતા એક વર્ષમાં ઓછામાં ઓછા 1000 લોકોને જોબ (Job) આપવાની યોજના બનાવી છે. માટે બેન્કે Gig-a-Opportunities પ્રોગ્રામની શરૂઆત કરી છે. જે હેઠળ યોગ્ય ઉમેદવાર દેશના કોઈ પણ ભાગમાંથી બેન્ક સાથે કામ કરી શકે છે. એક્સિસ બેન્કના કાર્યકારી નિર્દેશક રાજેશ દાહિયાએ જણાવ્યું કે આ મોડલમાં કામ કરવાની બે રીત રહેશે. પહેલી રીત એ છે કે ફૂલટાઈમ પર્મનેન્ટ જોબ અને બીજી રીત છે પ્રોજેક્ટના આધાર પર એક ખાસ સમયગાળા માટે નોકરી.

ફક્ત એક Whatsapp પર ATM મશીન રૂપિયા આપવા આવશે તમારા ઘરે, આ બેન્કે શરૂ કરી ખાસ સર્વિસ

રાજેશ દાહિયાએ કહ્યું કે અમે Gig-a-Opportunities પહેલને સામાન્ય નોકરિઓની જેમ જ પ્રભાવી બનાવવા ઈચ્છીએ છીએ.

આપણે આવતા એક વર્ષમાં કામ કરનાર ઓછામાં ઓછા 1,000 લોકોને પોતાની સાથે જોડશે. તેમણે કહ્યું કે આ પહેલા માનસિકતા એ હતી કે કામ કરવા માટે તમારે ઓફિસ આવવું પડતુ હતું. પરંતુ હવે કોરોના વાયરસના કારણે વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટે ઘણી વસ્તુઓ બદલી નાખી છે. પહેલા લોકો ઘરેથી કામ કરવા માટે તૈયાર ન હતા પરંતુ હવે લોકોને ધીરે ધીરે તેની આદત પડતી ગઈ છે અને હવે તે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. દહિયાએ કહ્યું કે એક્સિસ બેન્ક દેશભરના યુવાનો અનુભવી પ્રોફેશનલ્સ અને મહિલાઓ સહિત પ્રતિભાવાન લોકોની તલાશ કરશે.

3000થી વધુ CV અત્યાર સુધી મળ્યા છે

Gig-a-Opportunities યોજનામાં ફૂલ ટાઈમ પરમનેન્ટ નોકરીની સાથે સાથે નક્કી સમયગાળ માટે પ્રોજેક્ટ આધારિત નોકરીઓનો પણ વિકલ્પ મળશે. આ નક્કી સમયગાળો 8 મહિનાથી લઈને એક વર્ષ સુધીનો હોઈ શકે છે. દહિયાએ કહ્યું કે એક્સિસ બેન્ક આ અવસર પાર્ટ ટાઈમ બેસિસ પર નથી આપી રહ્યું. પરંતુ આ ફુલ ટાઈમ જોબ્સ છે. સાથે જ ઈન્ડસ્ટ્રીના માનાંકોના અનુરૂપ રહેશે. તેમણે જણાવ્યું કે અમે આ પહેલ હેઠળ પોતાની વેબસાઈટ પર કોઈ job openings આપી છે. આ પ્લેટફોમની ઓપનિંગ ફક્ત 3-4 દિવસમાં જ અમારી પાસે આખા ભારતમાંથી 3000થી વધુ CV આવી ચુક્યા છે. અમે તેમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરીશું.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags