સંદેશ

1.5M Followers

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સૌથી મોટો નિર્ણય, શિક્ષિત બેરોજગારો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણવા જેવો અહેવાલ

20 Aug 2020.1:48 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષિત બેરોજગાર યુવકોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રાઇવેટ સેકટરમાં નોકરી આપાવવા માટે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી શોધવી નહીં પડે.

ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનું ફાઇનલ વર્ષ પૂર્ણ થઈ જાય ત્યારબાદ એમના જ ફિલ્ડમાં નોકરી મળી રહે એટલા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ 6000 જેટલી કંપનીઓનો સંપર્ક કરવામાં આવશે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા રાજ્ય સરકારના ઉદ્યોગ તેમજ રોજગાર પવન સાથે કામ ચાલી રહ્યું છે.

હાલ આ વાટાઘાટો ની પ્રક્રિયા ચાલુ છે…

જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે ત્યારબાદ નોકરી અપાવવાની પ્રક્રિયા હાથ ધરાશે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ઈન્ટરવ્યુ આપી શકશે એ વ્યવસ્થા કરાશે. કોરોનાની મહામારી ના કારણે વિદ્યાર્થીઓ 80 ટકા કામગીરી પૂર્ણ કરાશે. જ્યારે ફાઇનલ ઈન્ટરવ્યૂ વખતે ગુજરાતીમાં બોલાવવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આશરે 50,000 વિદ્યાર્થીઓને લાભ મળશે.

જુઓ આ પણ વીડિયો: ભાજપના પ્રદેશ પ્રમુખ સામે અમિત ચાવડાનું નિવેદન

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags