GSTV

1.3M Followers

સરકાર આપી રહી છે 4.30 કરોડ રૂપિયા જીતવાનો મોકો, જાણો શું છે 'સ્વદેશી માઈક્રોપ્રોસેસર ચેલેન્જ'

23 Aug 2020.06:53 AM

દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનને બઢાવો આપવા માટે કેન્દ્ર સરકારે 'સ્વદેશી માઈક્રોપ્રોસેસર ચેલેન્જ'ની શરૂઆત કરી છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે 18 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી ચુકી છે. પીએમ મોદીના આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાંની રીતે જોવામાં આવી રહ્યું છે.

ના હોય! 5 સ્ટાર જેલ, એક કેદી પર વાર્ષિક ખર્ચ થાય છે કરોડો રૂપિયા

મળશે આટલા રૂપિયા

કેન્દ્ર સરકારે આ કોન્ટેસ્ટના દરેક સેમી- ફાઈનલમાં પહોંચનાર 100 ટીમોને રિવોર્ડના રૂપમાં એક કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

ત્યાં જ ફાઈનલમાં પહોંચનાર 25 ટીમોને પણ કુલ 1 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત ફિનાલેમાં આવનાર 10 ટીમોને કુલ 2.30 કરોડ રૂપિયાનો સીડ-ફંડ આપવામાં આવશે અને 12 મહિના સુધી ઈન્ક્યુબેશન સપોર્ટ આપવામાં આવશે.

રવિશંકર પ્રસાદની શરૂઆત

કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન, સંદેશાવ્યવહાર અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે મંગળવારે સ્વદેશી માઈક્રોપ્રોસેસર ચેલેન્જ 'આત્મનિર્ભર' ભારત માટે નવાચાર સમાધાન અને શરૂઆતની ધોષણા કરી છે. તેનો હેતુ દેશમાં સ્ટાર્ટ-અપ, નવાચાર અને રિસર્ચ અનુસાર ઈકોસિસ્ટમને વધુ ગતિ પ્રદાન કરવાનું છે. આ કોન્ટેસ્ટ હેઠળ ઈનોવેટિવ, સ્ટાર્ટઅપ અને સ્ટૂડન્ટ્સને ઈનવાઈટ કરવામાં આવ્યા છે કે તે આ માઈક્રોપ્રોસેસરોનો ઉપયોગ કરતા અલગ અલગ ટેક્નોલોજી પ્રોડક્ટને ડેવલોપ કરે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags