Socio Education

10k Followers

પ્રધાન મંત્રી સ્વનિધિ યોજના તમામ માહિતી એક પોસ્ટ મા.

22 Aug 2020.08:46 AM

PM સ્વનિધિ સ્કીમ માટે 5 લાખ લોકોએ અરજી કરી, તમે પણ કરવા માંગતા હો તો આ છે રીત

કોરોના સંકટ સામે લડવા માટે લાગૂ કરવામાં આવેલાં લોકડાઉનથી પ્રભાવિત લારીવાળાઓ અને નાના કારોબારીઓ માટે શરૂ કરવામાં આવેલી PM સ્વનિધિ સ્કીમની લોનના આવેદનોનો આંકડો 5 લાખને પાર કરી ગયો છે. આ સ્કીમ હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને ફરીથી કામ શરૂ કરવા માટે 10 હજાર રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે. શહેરી વિકાસ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં 1 લાખથી વધારે લોકોની લોનની રકમ મંજૂર કરવામાં આવી છે, ફક્ત 41 દિવસોમાં આ સ્કીમ હેઠળ લોન માટે 5 લાખથી વધારે નાના કારોબારીઓની અરજી કરી છે.

ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો 

પીએમ સ્વનિધિ સ્કીમને શહેરી વિકાસ મંત્રાલય તરફથી આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ શહેરી ક્ષેત્રોનાં 50 લાખ સ્ટ્રીટ વેંડર્સને કવર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કીમ હેઠળ કોઈ પણ ગેરંટી વગર એક વર્ષ માટે 10 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. તેના સિવાય જો કારોબારી ડિજીટલ પેમેન્ટને અપનાવે છે તો વર્ષમાં તેમને 1200 કેશબેક આપવામાં આવે છે. તેના સિવાય ભવિષ્યમાં તેમને લોન મળવાની સંભાવના વધી જાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Socio Education

#Hashtags