GSTV

1.4M Followers

8 GB રેમ અને 10,000mAh બેટરી બેકઅપવાળો ફોન થયો લોન્ચ, Gionee M30 સ્માર્ટ ફોનના આ છે મોટા ફિચર્સ

28 Aug 2020.06:53 AM

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની જીયોનીએ મંગળવારે ભારતમાં નવો સ્માર્ટફોન Gionee Max જીયોની મેક્સ લોન્ચ કર્યો છે. આ સાથે કંપની ચીનમાં બીજો સ્માર્ટફોન જિયોની એમ 30 પણ લાવ્યો છે. જ્યારે જીયોની મેક્સ એક સસ્તો સ્માર્ટફોન છે, તો જિયોની એમ 30 એ પ્રીમિયમ મધ્યમ રેન્જનો ફોન છે. તેમાં પાવરફૂલ હાર્ડવેર સાથે રફએન્ડ ટફ ફોન ડિઝાઇન ધરાવે છે. તેમાં મેટલ ફ્રેમ સાથે એલ્યુમિનિયમ એલોય બોડી આપવામાં આવી છે. સાથે જ પાછળના ભાગ પર લેઝર જેવું ફિનિશિંગ મળે છે. તેની સૌથી મોટી સુવિધા 10,000 એમએએચની બેટરી છે.

જાડાપણાથી થઈ રહ્યા છો પરેશાન? 3 ફોર્મ્યૂલાની આ ડાયેટ ટીપ્સથી ખૂબ જ ઝડપથી ઘટી જશે વજન

જિયોની એમ 30 સ્માર્ટફોન આવે છે બ્લેક કલરમાં

જિયોની એમ 30 સ્માર્ટફોન બ્લેક કલરમાં આવે છે.

તેની કિંમત 1399 યુઆન (આશરે 15 હજાર રૂપિયા) છે. આ ફોન ઓગસ્ટમાં ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ચીનમાં વેચવામાં આવશે. આ ફોનનું વજન 305 ગ્રામ છે.

6 ઈંચની એલસીડી સ્ક્રીન સાથે આવે છે સ્માર્ટ ફોન

સ્માર્ટફોનમાં 6 ઇંચની એલસીડી સ્ક્રીન સાથે આવે છે, જે એચડી + રીઝોલ્યુશન (720 × 1440 પિક્સેલ્સ) સાથેનો ડિસ્પ્લે છે. આ ફોનમાં 8 જીબી રેમ અને મીડિયાટેક હેલિઓ પી60 પ્રોસેસર છે. તેમાં 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. ફોનમાં 10,000 એમએએચની બેટરી સાથે આવે છે, જે ખૂબજ લાંબી બેટરી બેકઅપ ધરાવે છે. આ બેટરી 25 વોટ ફાસ્ટ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. ચાર્જિંગ માટે યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે.

16 મેગાપિક્સલનો સિંગલ રીઅર કેમેરો

ફોટોગ્રાફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો સિંગલ રીઅર કેમેરો આપવામાં આવ્યો છે, જે એલઇડી ફ્લેશ સાથે આવે છે. કેમેરાની નીચે જ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેમાં સેલ્ફી અને ફેસ અનલોક માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 3.5mm હેડફોન જેક, ડ્યુઅલ 4Gવોલ્ટી, વાઇફાઇ 802.11 B /G/N, બ્લૂટૂથ 4.2 અને જીપીએસ જેવી સુવિધાઓ પણ આ ફોનમાં છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags