GSTV

1.3M Followers

રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ઉડશે સી પ્લેન, આ તારીખે મોદી આવશે ગુજરાત

29 Aug 2020.2:26 PM

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેનની હવાઇ સેવા 31મી ઓક્ટબરથી શરૂ થવા જઈ રહ્યી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધા શરૂ કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સી પ્લેન સેવા સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવી છે.

અધિકારીઓ એરપોર્ટ સાથે ચર્ચા કરી છે અને સી પ્લેનની સાઇટની પણ મુલાકાત લીધી છે.

Sputnik V બાદ રાષ્ટ્રપતિ પુતિને રશિયાની બીજી કોરોના વેક્સિન પર આપી ખુશખબરી, જાણો શું કહ્યુ વૈજ્ઞાનિકોએ રસી વિશે

હાલ જે માહિતી સામે આવી છે તે અનુસાર સી પ્લેનની સ્પીડન 170 પ્રતિ કલાકની હશે જેમાં 19 મુસાફરો સવારી કરી શકશે અને દિવસમાં આવી ચાર ફ્લાઇટ અવરજવર કરશે. સી પ્લેનની મુસાફરીની કિંમતની વાત કરીએ તો ટિકિટ 4-5 હજારની વચ્ચે રહે તેવી શક્યતા છે.

આ રૂટથી પર્યટનને વેગ મળશે

બે મહિના પહેલા કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં દેશના સી પ્લેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. સી પ્લેન પ્રોજેક્ટ હેઠળ 16 રૂટ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રૂટનો પણ સમાવેશ થાય છે. માંડવિયાએ જણાવ્યું કે આ રૂટથી સમયનો બચાવ થશે અને પર્યટનને વેગ મળશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags