GSTV

1.4M Followers

મોદી સરકારની સ્કીમ: માત્ર 12 રૂપિયાનું પ્રિમિયમ ભરો, સરકાર તમારા જનધન ખાતા દ્વારા આપશે સુરક્ષાનો વિમો

30 Aug 2020.07:03 AM

સરકાર જન-ધન ખાતાધારકોને વિમા સુરક્ષા આપશે. આ હેઠળ પ્રધાનમંત્રી જીવન જ્યોતી વિમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનાને આ હેઠળ લાવવામાં આવશે. આ જાહેરાત પ્રધાનમંત્રી જનધન યોજનાની છઠ્ઠી વર્ષગાંઠે દેવામાં આવી છે. આ છ વર્ષોમાં આ યોજના હેઠળ 40 કરોડથી વધારે લોકો બેંક ખાતા ખોલાયા છે.

330 રૂપિયાના પ્રિમિયમમાં બે લાખ સુધીનો મળશે જીવનવીમો

નાણામંત્રાલયના એક નિવેદનમાં જન-ધન યોજનામાં યોગ્ય ખાતાધારકોને જીવન જ્યોતિ વિમા યોજના અને સુરક્ષા વિમા યોજનાની સુવિધા આપવામાં આવી રહી છે.

જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 18-50 વર્ષની ઉંમર ધરાવતા બેંક ખાતાધારકોને એક વર્ષ માટે માત્ર 330 રૂપિયાના પ્રિમિયમ ઉપર બે લાખ રૂપિયા સુધીની જીવન વીમા સુરક્ષા આપવામાં આવશે. જેમાં ખાતધારકોનું કોઈ પણ પ્રકારે મૃત્યુ થવા ઉપર આ રકમ તેની નજીકના આશ્રિતને દેવામાં આવશે. પ્રિમિયમની રકમ સીધા લાભાર્થીના ખાતામાંથી દર વર્ષે કાપવામાં આવશે.

માત્ર વાર્ષિક 12 રૂપિયાનું ભરવાનું રહેશે પ્રિમિયમ

તો સુરક્ષા વીમાં યોજના 18-70 વર્ષની ઉંમર ધરાવતા બેંક ખાતાધારકો માટે છે. તે માટે માત્ર 12 રૂપિયાનું પ્રિમિયમ એક વર્ષ માટે બે લાખ રૂપિયા સુધીની અકારણ મોત તથા એક લાખ રૂપિયા સુધીની દિવ્યાંગતા વિમાની સુવિધા આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર પોતાના પહેલા કાર્યકાળની શરૂઆતમાં વર્ષ 2014માં આ યોજના લોંચ કરી હતી, આ તાત્કાલીન સરકારની પહેલી સૌથી મહત્વાકાંક્ષી જન યોજનાઓમાંની એક છે. તેનો ઉદ્દેશ તે ભારતીયને બેંકિંગ સેવાની મુખ્યધારામાં લાવવાનો હતો. જેનું કોઈપણ બેંક એકાઉન્ટ ન હતું.

પીએમ મોદીએ આપી આ જાણકારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટ્વિટના માધ્યમથી કહ્યું હતું જેનું બેંક એકાઉન્ટ નથી તેને બેંકો સાથે જોડવાની મહત્વાકાંક્ષી લક્ષ્‍યની સાથે છ વર્ષ પહેલા આજના જ દિવસે પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરવામાં આવી હતી. આ પહેલ મહત્વપૂર્ણ ફેરફાર લાવી હતી. અત્યાર સુધીમાં 40 કરોડથી વધારે જન-ધન ખાતામાં 63 ટકાથી વધારે ગ્રામિણ વિસ્તારોના ખાતાધારકો છે. તેમાંથી આશે 55 ટકા મહિલાઓ છે. આ યોજનાની મોટી ઉપલબ્ધી એ રહી કે, ગરીબોને મળનારા તમામ ફાયદા સરકાર જન-ધન ખાતાના માધ્યમથી સીધા તેના ખાતામાં પહોંચવા લાગ્યાં છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags