GSTV

1.4M Followers

રેલવેમાં નોકરી ઇચ્છતા ઉમેદવારો આનંદો: Indian Railwayમાં ખુલી નવી 35208 નોકરીઓ, 7th CPC મુજબ મળશે તગડી સેલરી

02 Sep 2020.08:22 AM

સરકારી નોકરી મેળવવા ઇચ્છતા નોકરીવાંચ્છુ લોકો માટે દેશની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ સેવામાં નોકરી કરવાની સુવર્ણ તક આવી છે. RRB NTPC 2020 હેઠળ ભરતી શરૂ થઇ ગઈ છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ઇન્ડિયન રેલવેમાં નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC)ની 35208 ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઇન એક્ઝામ લેવા જઈ રહ્યું છે.

ટૂંક સમયમાં થશે Indian Railwayમાં ભરતીની જાહેરાત

આ સરકારી નોકરીઓ માંથી 24605 જગ્યાઓ સ્નાતક કક્ષાની છે જયારે અન્ય 10603 જગ્યાઓ અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે છે.

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ટેન્ડર અને બીડ દ્વારા એક્ઝામ કન્ડક્ટિંગ એજન્સી (ECA) ને એપોઇન્ટમેન્ટ આપ્યા બાદ RRB NTPS 2020ની પરીક્ષાઓ યોજવામાં આવશે.

મળશે ઘણા લાભ

બેઝિક પે ઉપરાંત, RRB NTPC પદની નોકરીઓ પર અન્ય લાભ અને અલાઉન્સિસ પણ મળવા પાત્ર થશે. આ અલાઉન્સિસ ઉમેદવારની જે સરકારી વિભાગમાં પોસ્ટિંગ થાય છે તે વિભાગના સરકારી નીતિનિયમો મુજબ રહેશે.

કેટલાંક અલાઉન્સિસ નીચે મુજબ રહેશે.

  1. મોંઘવારી ભથ્થું (ડીએ)
  2. ઘરભાડા ભથ્થું (મળતું એચઆરએ)
  3. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ
  4. પેન્શન યોજના
  5. તબીબી લાભો
  6. અન્ય વિશેષ ભથ્થું

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા RRB NTPC કેટેગરી હેઠળ ભારતીય રેલવેના જુદા જુદા ઝોન અને પ્રોડક્શન યુનિટની જુદી જુદી પોસ્ટ માટે ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટાઈમ કીપર, ટ્રેન ક્લાર્ક, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ટ્રાફિક આસિસ્ટન્ટ, ગૂડ્સ ગાર્ડ, કોમર્શિયલ એપ્રેન્ટિસ, સ્ટેશન માસ્ટર સહિતના પદ માટે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે.

આરઆરબી એનટીપીસીની જોબ પ્રોફાઇલ ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ જુદા જુદા રેલ્વે વિભાગના અધિક્રમ (હૅરાર્કી) લેવલ હશે. કુલ ખાલી જગ્યાઓ, અરજી કરવાની પ્રક્રિયા અને પાત્રતા વિશે વધુ જાણવા માટે ભારતીય રેલવેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી.

શૈક્ષણિક લાયકાત: કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક અથવા સમકક્ષ ડિગ્રી

વયમર્યાદા: જનરલ કેટેગરી માટે 18-33 વર્ષ, ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 18-36 વર્ષ અને એસસી-એસટી કેટેગરીના ઉમેદવારો માટે 18-38 વર્ષ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags