ભારત-ચીનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય આઈટી મંત્રાલયે 118 ચાઈનીઝ એપને બેન કરી દીધી છે. આ લિસ્ટમાં PUBG પણ સામેલ છે. સરકારે કહ્યું છે કે આ ચીની એપ ભારતની સંપ્રભુતા અને સુરક્ષા માટે ખતરો છે. 118 એપમાં PUBG ઉપરાંત CamCard, Baidu, Cut Cut, VooV, Tencent Weiyun, Rise of Kingdoms, Zakzak વગેરેનો સમાવેશ થાય છે.
— ANI (@ANI) September 2, 2020
કેન્દ્ર સરકારે પબજી સહિત 118 મોબાઈલ એપ્લીકેશન પર બેન લગાવી દીધો છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ ખાતાએ બુધવારના રોજ પબજી સહિત 118 એપ્સ પર બેન લગાવી દીધો છે. જણાવી દઈએ કે, સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતી બનેલી છે.
આ પહેલાં પણ ભારત સરકારે મોબાઈલમાં અને મોબાઈલ સિવાયના ડિજીટલ પ્લેટફોર્મ પર વપરાતી 59 ચાઇનિઝ એપ્લિકેશન (એપ) પર એક ઝાટકે પ્રતિબંધ મુકી દીધો હતો. ચીન પર આ એક પ્રકારની ડિજિટલ સ્ટ્રાઈક છે.પ્રતિબંધિત એપમાં ભારતમાં વ્યાપકણે વપરાતી ટિકટોક, વિચેટ, ઝેન્ડર, હેલો, યુસી બ્રાઉઝર વગેરેનો પણ સમાવેશ થાય છે. એમાં પણ ટિકટોકને તો ભારતમાં અસાધારણ લોકપ્રિયતા મળી છે. કેન્દ્રિય મિનિસ્ટરી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો સેક્શન 69-એ અંતર્ગત નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
Chinese Apps Ban: ભારતમાં TikTok 'શટડાઉન', એપ્લીકેશન ઓપન કરતા જોવા મળે છે આ નોટિસ
પહેલાં પણ આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયે ભારતમાં પ્રખ્યાત ચાઇનાના 59 એપ પર પ્રતિબંધ મૂકયો હતો. જેમાં ટીકટોક, હેલો, વીચેટ, યુસી ન્યૂઝ જેવી પ્રમુખ એપ્લિકેશન સામેલ હતી. કેન્દ્ર સરકારની સૂચના આધારે સરકારે નવી 118 એપ્લિકેશન પર ફરી પ્રતિબંધ મૂકી દીધો છે. તકનીકી અધ્યાયની ધારા 69A ની અંતર્ગત ચીની એપ પર નિયંત્રણ લગાવાયું છે.
ઇલેક્ટ્રોનિક્સ અને સૂચિત મંત્રાલયો સૂચવે છે કે તેમાં એઇપ્સના અવિશ્વસનીય સ્ત્રોતોમાંથી અનેક ફરિયાદો પ્રાપ્ત થઈ છે. જેમાં ચોરી માટે એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરોપયોગ, યુઝર્સના ડેટામાં અસીમિત વપરાશકર્તાઓ વગેરેનો સમાવેશ કરાયો છે.
ચીન સામે એક્શન મોડમાં મોદી સરકાર, TikTok સહિત આ 59 ચાઇનીઝ એપ ભારતમાં બૅન
નોંધપાત્ર વાત એ છે કે લદાખમાં એલએસી પર મે મહિનાની શરૂઆતથી જ ભારત અને ચીન વચ્ચે તનાવ રહે છે. જૂનના મધ્ય ભાગમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ગાલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ ત્યારે તણાવ વધુ તીવ્ર બન્યો હતો. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. તે જ સમયે, પાછલા મહિને ફરીથી, ચીની સૈનિકોએ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી. હાલમાં ફરી આ તણાવ વધ્યો છે ત્યારે ચીનને જવાબ આપવા માટે ભારતે ફરી 118 એપ્લિકેશન પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
ડાઉનલોડ નહી કરી શકાય ચાઇનીઝ એપ
સરકારના આ નિર્ણય પછી જેમના મોબાઈલમાં પહેલેથી આ બધી ચાઇનિઝ એપ ડાઉનલોડ હશે એ કામ કરતી બંધ થશે અને ભવિષ્યમાં ડાઉનલોડ કરી નહીં શકાય. જોકે પ્રતિબંધ ક્યારથી લાગુ થશે તેની સરકારે હજુ સ્પષ્ટતા કરી નથી.
સરકારે જણાવ્યું હતુ કે આ રીતે ભારતમાંથી માહિતી ભારત બહાર મોકલતા રહેવી એ દેશની સુરક્ષા માટે ખતરો છે. સરકારે આ નિર્ણયની જાણકારી ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરને મોકલી આપી છે. જ્યાંથી આ એપ પ્રતિબંિધત (બેન) કરવાની કાર્યવાહી થશે.
જોકે એપ તુરંત બંધ થશે કે થોડા દિવસો પછી તેની કોઈ જાણકારી સરકારે આપી ન હતી. ચાઈનિઝ એપ્સ દ્વારા ભારતીય યુઝર્સના ડેટાનો દુરૂપયોગ થતો હોવાની વારંવાર ફરિયાદ ઉઠતી હતી. એ સંદર્ભે હવે સરકારે આ નિર્ણય લીધો હતો. ભારતમાં ચાઈનિઝ એપની લોકપ્રિયતા સતત વધી રહ હતી ત્યારે સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
ભારત અત્યારે દુનિયાના સૌથી મોટા એપ માર્કેટ તરીકે વિકસી રહ્યું છે. 2017માં પ્લે સ્ટોરની પ્રથમ 100 એપમાં 18 ચાઈનિઝ એપ હતી, 2018માં અઢી ગણી વધીને 44 થઈ ગઈ હતી. હવે એ સંખ્યા તેનાથી પણ વધી ગઈ છે. લોકો પોતાના ફોનમાં અનેક એપ ડાઉનલોડ કરતાં હોય છે અને તેમને જાણ પણ હોતી નથી કે આ ચાઇનિઝ છે
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV