GSTV

1.4M Followers

46 લાખ ખેડૂતોને ભારે પડી આ ભુલ! ખાતામાં ન આવ્યા રૂપિયા, અહીં વાંચો હવે શું કરી શકાય?

12 Sep 2020.08:51 AM

મોદી સરકારની સૌથી મોટી ખેડૂતો માટેની યોજના 'પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ' (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)ના 20 મહિના પુરા થઈ ગયા છે. આ સમયે સ્પેલિંગ, બેન્ક એકાઉન્ટ નંબર અથવા આધાર સીડિંગ ન હોવાના કારણે 46 લાખથી વધુ લોકોનું પેમેન્ટ ફેલ થઈ ગયું છે. પહેલા હપ્તામાં સૌથી વધુ લોકોની પેમેન્ટ ફેલ થઈ હતી. ત્યાર બાદ વધતી જાગૃતિના કારણે ધીરે ધીરે આવા લોકોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો.

1st ઓક્ટોબરથી બદલાઈ જશે નિયમો! આવી જાહેરાતો બંધ કરી શકે છે સરકાર, જાણો નવી ગાઈડલાઈન

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યા અનુસાર અરજદારોના નામ, મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરમાં મોટા પાયે ગડબડી થઈ છે.

જણાવવામાં આવ્યું છે કે રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને યુપીમાં સૌથી આગળ છે. આ કારણે ખેતી કરતા ખેડૂતો માટે 6000 રૂપિયા જોઈએ તો ફોર્મ ભરતી વખતે સાવધાની રાખો. નહીં તો આવેદન બાદ પણ પૈસા નહીં આવે.

બેન્ક એકાઉન્ટ અને અન્ય કાગળોમાં નામનો સ્પેલિંગ અલગ અલગ હશે તો પૈસા નહીં આવે કારણ કે સ્કીમમાં પેમેન્ટનું સિસ્ટમ ઓટોમેટિક છે. તે તેને રિજેક્ટ કરી દેશે. આ સમયે યોજનાના છઠ્ઠો હપ્તો 2000 રૂપિયા મોકલવામાં આવી રહ્યો છે. દરેક હપ્તાનું વિશ્લેષણ કરવાથી ખબર પડે કે 46,13,797 ખેડૂતોની પેમેન્ટ ફેલ થઈ છે. જ્યારે તેમના માટે ફંડ ટ્રાન્સફર ઓર્ડર જનરેટ થઈ ચુક્યું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા અનુસાર પહેલા હપ્તામાં સૌથી વધુ 46,13,797 લોકોની ચુકવણી ફેલ થઈ. બીજામાં 46,13,797, ત્રીજામાં 8,53,721, ચોથામાં 10,51,525, પાંચમામાં 31,774, જ્યારે મોકલવામાં આવી રહેલા છઠ્ઠા હપ્તામાં અત્યાર સુધી 1,68,183ની પેમેન્ટ ફેલ થઈ છે. તે 100 ટકા કેન્દ્ર સરકાર ફંડેડ સ્કીમ છે પરંતુ ખેડૂતના પૈસા ત્યારે મળે છે જ્યારે રાજ્ય સરકાર ખેડૂતોને ડેટાના વેરિફાઈ કરીને કેન્દ્રને મોકલે છે. કારણ કે મહેસૂલ રાજ્ય સરકારનો વિષય છે.

આ છે મોટુ કારણ

  • ખાતા અમાન્ય હોવાના કારણે અસ્થાપી રોક.
  • જે ખાતા નંબર આપવામાં આવ્યો હોય તે બેન્કનો ન હોય.
  • બેન્ક પીએફએમએસ એટલે સાર્વજનિક નાણા પ્રબંધન પ્રણાલીમાં રજીસ્ટર્ડ ન હોય.
  • નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં આધાર (Aadhaar card) સીડિંગ ન થઈ હોય.

કઈ રીતે સુધારી શકાય ભુલ?

  • સૌથી પહેલા PM-Kisan Schemeની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. તેના ફોર્મર કોર્નરની અંદર જઈને Edit Aadhaar Details ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારે અહીં પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર બાદ એક કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો. જેવું કે નીચે દર્શાવવામાં આવ્યું છે.
  • જો તમારૂ ફક્ત નામ ખોટુ હોય એટલે કે એપ્લીકેશન અને આધારમાં જે તમારા નામ છે બન્ને અલગ અલગ છે તો તમે તેને ઓનલાઈન ઠીક કરી શકો છો. જો કોઈ અન્ય ભુલ છે તો તેને તમે પોતાના એકાઉન્ટન્ટ, બેન્ક અને કૃષિ વિભાગ કાર્યાલયમાં સંપર્ક કરો.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags