GSTV

1.3M Followers

રૂપાણી સરકાર/ પ્રથમ હેરિટેજ ટૂરિઝમ પોલિસી જાહેર કરી, રાજ્યની ઐતિહાસિક વિરાસત વિશ્વ ટૂરિઝમ મેપ પર ચમકશે

11 Sep 2020.10:14 AM

રાજ્યની રૂપાણી સરકારે રાજ્યની પ્રથમ હેરિટેજ ટૂરિઝમ પોલિસી જાહેર કરી છે. જેથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. રાજ્યમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરાશે.. ૧ જાન્યુઆરી, ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે.

રાજ્યની પ્રથમ હેરિટેજ ટૂરિઝમ પોલિસી જાહેર કરી

ટૂરિઝમ પોલિસી

  • રાજ્યની ઐતિહાસિક વિરાસત વિશ્વ ટૂરિઝમ મેપ પર ચમકશે
  • રાજા-રજવાડાના મહેલ અને કિલ્લામાં હેરિટેજ હોટલ શરૂ કરી શકાશે
  • કિલ્લામાં હેરિટેજ મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ શરૂ કરાશે
  • ૧ જાન્યુઆરી, ૧૯૫૦ પહેલાની ઈમારત અને કિલ્લામાં બનશે રેસ્ટોરન્ટ

૧૯૫૦ પહેલાની ઈમારત અને કિલ્લામાં બનશે રેસ્ટોરન્ટ

  • સરકારની નવી પોલીસીથી નવી રોજગારીની તકનું થશે સર્જન
  • રિનોવેશન માટે પાંચથી ૧૦ કરોડ રૂપિયાની સહાય મળશે
  • હેરિટેજ રેસ્ટોરન્ટ શરૂ કરવા રિનોવેશન માટે ૪૫ લાખથી ૧ કરોડની સહાય
  • પાંચ વર્ષ માટે સાત ટકા વ્યાજે સબસિડીની જાગવાઈ

પાંચ વર્ષ માટે સાત ટકા વ્યાજે સબસિડીની જાગવાઈ

હેરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન માટે ૫થી ૧૦ કરોડ રૂપિયા સુધીની સહાય મળશે.

જેમા હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચરને કોઈ છેડછાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે.. હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે, રીનોવેશન રિસ્ટરેશન માટે ૪૫ લાખથી ૧ કરોડ સુધીની સહાય અપાશે.

સરકારની નીવી પોલિસીથી રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટરને બુસ્ટર મળશે અને વિદેશી હૂંડિયામણથી આવકના વધુ સ્ત્રોતમાં પણ વધારો થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags