Khabarchhe

562k Followers

ગુજરાતની મહિલાઓને 0%ના વ્યાજે મળશે આટલા રૂપિયાની લોન, રૂપાણી સરકારની જાહેરાત

13 Sep 2020.3:04 PM

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કોરોનાની મહામારી બાદ બદલાયેલી આર્થિક પરિસ્થિતિ અને સામાજિક જીવન શૈલીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો નવો માર્ગ ખોલવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર એટલે કે, 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ગુજરાતના 1 લાખ મહિલા જૂથની 10 લાખ જેટલી મહિલાઓને ઝીરો ટકાના વ્યાજે લોન આપવામાં આવશે અને આ લોનથી મહિલાઓ આત્મનિર્ભર થઈ શકશે.

મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાયમાં કુલ 1,000 કરોડ રૂપિયા સુધીની સહાય મહિલા જૂથોને આપવાની સરકારે યોજના તૈયાર કરી છે.

મહત્ત્વની વાત એ કહી શકાય કે, લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં પણ મહિલાઓને માફી આપવામાં આવશે અને લોનનું વ્યાજ સરકાર ભોગવશે. મહિલા જૂથની એક મહિલાને 1 લાખ રૂપિયાનું ધીરાણ આ યોજના અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવશે. મહિલાઓ આ ધીરાણ સરકારી, સહકારી, ખાનગી અને RBI માન્યતા ધરાવતી ધિરાણ સંસ્થાઓ પાસેથી મેળવી શકાશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ બેંકો સાથે આ યોજનાને જોડવા બાબતેના MOU કરવામાં આવશે.

એવી પણ માહિતી મળી રહી છે કે, આ યોજના અંતર્ગત 10 મહિલાઓનું એક જૂથ બનાવવામાં આવશે. એમ 1 લાખ મહિલાઓ જૂથને 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોનના કારણે મહિલાઓ નાના-મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ અને વેપાર વગેરે શરૂ કરી શકશે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે 175 કરોડ રૂપિયાનો બજેટ ફાળવવામાં આવ્યું છે અને જેમાં ગ્રામીણ વિસ્તારોના 50,000 અને શહેરી વિસ્તારના 50,000 કુલ મળીને 1 લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.

આ યોજનાના અમલીકરણ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની દ્વારા કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગના અર્બન લાઇવલી હૂડ મિશમ આ યોજનાનું અમલીકરણ કરશે. મુખ્યમંત્રી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવતા ગુજરાતની લાખો બહેનો આત્મનિર્ભર બનશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khabarchhe Gujarati

#Hashtags