VTV News

1.2M Followers

જાહેરાત / ગુજરાતની મહિલાઓને રૂપાણી સરકારની મોટી ભેટ, 0% વ્યાજે આપશે લોન

13 Sep 2020.10:56 AM

ગુજરાતની મહિલા સશકત, આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે સીએમ રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની મહિલાઓ માટે મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરાઇ છે. જે માટે 175 કરોડનું બજેટ ફાળવાયું છે. જે અંતર્ગત ગુજરાતની મહિલાઓને 0% વ્યાજે લોન મળશે.

  • CM રૂપાણીનો રાજ્યની મહિલાઓને લઇ મહત્વનો નિર્ણય
  • રાજ્યની મહિલાઓ માટે મહિલા ઉત્કર્ષ યોજના
  • મહિલા ઉત્કર્ષ યોજના માટે 175 કરોડનું બજેટ

આ સાથે જ 10 લાખથી વધુ મહિલાઓને 0% વ્યાજે લોન મળશે. જેનું બેંક લોન વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે.

આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે.

રાજ્યના 1 લાખ મહિલા જૂથને મળશે લાભ

આપને જણાવી દઇએ કે, આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ- માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે. રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ લઈ શકશે.

1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે

આ યોજના હેઠળ કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags