Zee News ગુજરાતી

734k Followers

ગુજરાતમાં શાળાઓ ક્યારે ખૂલશે? વાલીઓને સતાવતા પ્રશ્નનો આખરે સરકારે આપ્યો જવાબ

14 Sep 2020.12:50 PM

હિતલ પારેખ/ગાંધીનગર :અનલોકમાં ધીરે ધીરે કરીને બધુ ખૂલી રહ્યું છે. જે નથી ખૂલ્યું તે છે શાળા. જેના પર અનેક સવાલો ઉભા થયા છે. દરેક વાલીને એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે, આખરે શાળાઓ (schools) ક્યારે ખૂલશે. ત્યારે ગુજરાત સરકાર (gujarat government) ના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

આ પણ વાંચો : જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સુરતના આ તબીબ, પોતાના હાઈલેવલ માસ્કથી બચાવ્યો હતો અન્ય દર્દીનો જીવ

દિવાળી બાદ પરિસ્થિતિ જોવાશે
દિવાળી પછી ગુજરાતમાં શાળાઓ ખૂલશે તેવી શક્યતાઓ છે.

કોરોના મહામારી વચ્ચે શાળા ક્યારે ખૂલશે તે અંગે લાંબા સમયથી ચર્ચાવિચારણા ચાલી રહી હતી. અનેક સવાલો ઉઠ્યા હતા. પંરતુ હવે આ વાત પર પૂર્ણવિરામ લાગ્યો છે. જે પ્રકારે કોરોના કેસ વધી રહ્યા છે, તેના કારણે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે કે, દિવાળી સુધી આ વિશે કોઈ વિચારણા નહિ થાય. દિવાળી બાદ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાશે.

આ પણ વાંચો : પીએમ મોદીની મુલાકાત પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના 50 કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દો - વાલી મંડળ
વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે આ વિશે જણાવ્યું કે, જે રીતે ગુજરાતમાં કોરોના વધી રહ્યું છે તેને જોતા બાળકોને સ્કૂલે મોકલવા હિતાવહ નથી. 1 થી 8 ધોરણના બાળકોની ઈમ્યુનિટી નાજુક હોય છે. તેથી દિવાળી બાદ પણ સ્કૂલ ખોલવા અંગેના મતમાં વાલી મંડળ નથી. હાલ એક સત્ર પતી ગયું છે, અને બીજા સત્રમાં કેવી રીતે સ્કૂલ ચાલે છે તે જોવાનું રહ્યું. તેથી 1 થી 8 ધોરણના બાળકોને માસ પ્રમોશન આપી દેવું જોઈએ. આ સાથે જ 9 અને 11 ના ધોરણને પણ માસ પ્રમોશન આપી દેવું જોઈએ. માત્ર ધોરણ 10 અને 12મી જ પરીક્ષા લેવી જોઈએ.

આ પણ વાંચો : માથું ખંજવાળતો કિસ્સો, 15 વર્ષથી કોઈ નર સાપને નથી મળી, છતાં માદા અજગરે આપ્યા ઈંડા

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags