સંદેશ

1.5M Followers

શું ગુજરાતમાં ફરીથી લાગુ થવા જઈ રહ્યું છે લોકડાઉન? જાણો મુખ્ય સચિવે શું કહ્યું.

11 Jul 2020.5:14 PM

હાલ ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. અને હવે રાજ્યમાં કોરોનાનાં રોજનાં 800ને પાર કેસો નોંધાઈ રહ્યા છે. તેવામાં આગામી સમયમાં સરકાર ફરીથી લોકડાઉન લાગુ કરશે તેવા મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. જો કે આ મેસેજ વાઈરલ થતાં જ સરકાર હરકતમાં આવી હતી. અને આ મામલે રાજ્યનાં મુખ્ય સચિવે સ્પષ્ટતા કરી હતી.

સંદેશ દ્વારા આ મામલે મુખ્ય સચિવનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સંદેશ સાથેની ટેલિફોનિક વાતચીતમાં રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજ્યમા ફરીથી લોકડાઉનની કોઈ સંભાવના નથી. ગઈકાલે સીએમ નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક મળી હતી.

અને આ બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ મામલે ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળતાં સરકાર દ્વારા હજુ વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે તેવી અફવા વાઈરલ થઈ છે. આ ઉપરાંત જ્યના મુખ્ય સચિવે કોરોના અસરગ્રસ્ત 19 જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નાગરિકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પાલન કરવા સાથે અનલૉક બાદની કામગીરીની ચર્ચા થઈ હતી, સાથે સાથે જે વિસ્તારમાં કોરોના વધે છે ત્યાં આંશિક લોકડાઉન કરવું જોઈએ કે નહીં તેની પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags