GSTV

1.4M Followers

ઘાતક કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રાજ્યમાં શું ફરી લૉકડાઉન?, આ મામલે સરકારે કરી મહત્વની સ્પષ્ટતા

12 Jul 2020.08:12 AM

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે કોરોનાના વધતાં કેસોને પગલે ગુજરાતમાં ફરી એકવાર લોકડાઉન થશે તેવી અફવાએ જોર પકડયુ હતું.આગામી 30મી જુલાઇ સુધી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉન કરવા સરકારે તૈયારીઓ કરી છે. મુખ્ય સચિવ અનિલ મુકિમ રાજ્યના તમામ કલેકટરો સાથે ચર્ચા કરી આગામી બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં લોકડાઉન મુદ્દે રિપોર્ટ રજૂ કરશે તેવા મેસેજ સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ થયા હતા.જોકે, મોડી સાંજે ખુદ રાજ્ય સરકારે ખુલાસો કરવો પડયો કે,ગુજરાતમાં લોકડાઉનની હવે કોઇ શક્યતા જ નથી.

મેસેજ સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ થયા હતા

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે.અમદાવાદ બાદ હવે સુરત કોરોનાનું નવુ હોટ સ્પોટ બની રહ્યુ છે.

એટલું જ નહીં,ગામડાઓમાં ય કોરોનાના કેસો વધી રહ્યાં છે.આ જોતાં કેટલાંક જિલ્લાઓમાં તો સવારથી 7 વાગ્યાથી માંડીને બપોરના 2 વાગ્યા સુધી જ બજારોખુલ્લા રાખવા અનુમતિ આપવામાં આવી છે.આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક ગામડાઓમાં તો લોકો સ્વયંભુ બંધ પાળીને કોરોનાને અંકુશમાં રાખવા મથામણ કરી રહ્યાંછે. લોકો વેપાર ધંધા બંધ રાખીને કોરોના વકરે નહીં તેની તકેદારી રાખતા થયાં છે.

રાજ્ય સરકારે ખુલાસો કરવો પડયો કે,ગુજરાતમાં લોકડાઉનની હવે કોઇ શક્યતા જ નથી

દરમિયાન, ગત રોજ દિવસભર એવી અફવા ચાલી કે, કોરોનાના રોજ 800થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે જેના પગલે રાજ્ય સરકારે ફરી વાર લોકડાઉનને લઇને વિચારણા કરી છે. ગઇકાલે મુખ્ય સચિવ અનિલ મુકિમે બેઠક યોજીને આ મામલે ચર્ચા કરી હતી.સરકારે મુખ્ય સચિવને બધાય કલેકટરો સાથે ચર્ચા આગામી બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં લોકડાઉનને લઇને મુખ્ય સચિવ એક રિપોર્ટ પણ રજૂ કરશે. 30મી જુલાઇ સુધી ગુજરાતમાં લોકડાઉન આવી શકે છે.

સોશિયલ મિડિયા પર વાયુવેગે એવી અફવા ફેલાઇ કે,લોકોની ચિંતામાં વધારો થયો

સોશિયલ મિડિયા પર વાયુવેગે એવી અફવા ફેલાઇ કે,લોકોની ચિંતામાં વધારો થયો હતો. એટલું જ નહીં, લોકોએ એકબીજાને ફોન કરીને વાતમાં કેટલું સત્ય છે તેની પૂછપરછ પણ કરી હતી. અફવાએ એવુ રૂપ ધારણ કર્યું કે, મોડી સાંજે ખુદ રાજ્ય સરકારે એવો ખુલાસો કરવો પડયો કે,30 જુલાઇ સુધી લોકડાઉન થવાની વાતમાં કોઇ તથ્ય નથી. મુખ્ય સચિવ અનિલ મુકિમે વિડીયો કોન્ફરન્સથી લોકડાઉનને લઇને કોઇ અભિપ્રાય મેળવ્યા નથી . ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ બે ત્રણ વખત લોકડાઉનને લઇને અફવાઓ ચાલી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags