GSTV

1.3M Followers

પ્રેગ્નેન્સી રોકવા માટે માતાએ લગાવ્યુ હતુ કંટ્રાસેપ્ટિવ IUD, હાથમાં લઈને જ જન્મ્યું બાળક

15 Jul 2020.7:22 PM

ક્યારેક ક્યારેક એવી વિચિત્ર ઘટનાઓ સામે બનતી હોય છે કે આવું કેવી રીતે બન્યું તે સમજવું પણ મુશ્કેલ હોય છે. તાઈવાનમાં પણ એવો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એવું એક બાળક જન્મ્યું જે હાથમાં તે જ એન્ટી પ્રેગ્નન્સી કંન્ટ્રાસેપ્ટિવ (IUD) હતી. જે તેની માતાએ ગર્ભવતી ન થવા માટે ઉપયોગ કર્યો હતો. ભારતમાં જેને કોપર ટી તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલીક મહિલાઓ પ્રેગનન્સીથી બચવા માટે તેનો ઉપયોગ કરે છે. આ બાળકનો ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
એક સમાચાર મુજબ ફક્ત આ ગર્ભનિરોધક પોતાનું કામ કરવામાં ફેલ થયું પરંતુ તે જન્મ થનાર બાળકના હાથમાં કેવી રીતે આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે. તાઈવાનના હાઈફોંગ શહેરના હાઈ ફોંગ ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ગત સપ્તાહે આ બાળકનો જન્મ થયો.

ડોક્ટરે જણાવ્યું કે જ્યારે બાળક પેદા થયો ત્યાર તેના હાથમાં આ કોપર ટી હતી. બાળકે આ કોપર ટીને ખૂબજ સખત રીતે પકડી રાખી હતી. હોસ્પિટલ મુજબ ડોક્ટરો આ જોઈને હેરાન રહી ગયા અને તેઓએ આ બાબતે મહિલાને પૂછ્યું તો તેણીએ કબૂલ્યું કે તેણે પ્રેગનન્સીથી બચવા માટે આ કોપર ટી લગાવી હતી.

લોકો માની રહ્યા છે કે મિરેકલ બેબી, ડોક્ટરે મીડિયાને કહ્યું કે પહેલી વખત કોઈ બાળ આવી રીતે તે જ કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઈસ - કોપર ટી હાથમાં લઈને પેદા થયો છે. જે તેને આ દુનિયામાં આવતા રોકવા માટે ઉપયોગ કરાય છે. મને એ જાણીને આશ્ચર્ય થયું અને મેં તેનો ફોટો પાડી લીધો. તેમણે કહ્યું કે મને ખબર હતી કે લોકો તેને જોઈને હેરાન થવાના છે.

'મિરેકલ બેબી' ડૉક્ટરે મીડિયાને જણાવ્યુ કે, પ્રથમ વખત કોઈ બાળક આ રીતે તે જ કંટ્રાસેપ્ટિવ હાથમાં લઈને પેદા થયો જેને દુનિયામાં આવવા માટે રોકવામાં વપરાશ કરવામાં આવ્યો હતો. મને આ રસપ્રદદ લાગ્યુ અને મેં તે બાળકનો ફોટો પણ ખેંચી લીધો. તેમણે કહ્યુ કે, મને લાગે છે કે, લોકો તેને જોઈને અવશ્ય ચોંકી જશે.

આધાર-પૅન લિંક છે કે નહી? આયકર રિટર્ન દાખલ કરતાં પહેલાં અહીં જરૂર તપાસી લો

મહિલાએ જણાવ્યું કે આ કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઈસ - કોપર ટી 2 વર્ષ પહેલા લગાવી હતી. અને ઘણાં સમય સુધી લગભગ તેણે યોગ્ય રીતે કામ આપ્યું છે. પરંતુ તેને કેટલાક મહિના પહેલા ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે. ડોક્ટર મુજબ આ ડિવાઈસ ક્યારેક ક્યારેક પોતાની યોગ્ય જગ્યાએથી ખસી જાય છે. અને આવા પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ડોક્ટરે જણાવ્યું કે મા અને બાળક બંને સ્વસ્થ છે. સોશ્યલ મીડિયામાં આને મિરેકલ બેબી નામ આપવામાં આવ્યું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags