GSTV

1.3M Followers

પાર્લર કે દૂધવાળા પાસેથી દૂધ લેતા હો તો આ રીતે કરશો કોરોનામુક્ત, FSSAIએ જાહેર કરી ગાઈડલાઈન

19 Jul 2020.07:15 AM

પ્લાસ્ટિકના પેકેટમાં મળનાર દુધ ઘરે લાવતા સમયે અને લાવીને તેને ઉકાળતા સમયે અને ઉપયોગ કરતા સમયે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ જેથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય. આ વિશે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈંડિયા ( Food Safety and Standards Authority of India (FSSAI) તરફથી જાણકારી આપવામાં આવી છે.

સંપૂર્ણ કાળજી લેવી જોઈએ

FSSAI વતી કહેવામાં આવ્યું છે કે, ભલે તમે દૂધ વેચનાર પાસેથી દૂધ ખરીદો છો કે દુકાનમાંથી દૂધ લાવો છો. તમારે સંપૂર્ણ કાળજી લેવી જોઈએ કે, તમે જાતે માસ્ક પહેરો છો અને દૂધવાળાએ માસ્ક પહેર્યો છે કે નહીં.

FSSAIએ ભારતીય નાગરિકોને સોશિયલ ડિસ્ટેસિંગનુ પાલન કરવાની અપીલ કરી છે. તેમનુ કહેવુ છે કે, તમે ભલે દૂધ લઈ રહ્યો હો, તે સમયે પણ આ વાતનુ ધ્યાન રાખો તે, તમારા દ્વારા સોશિયલ ડિસ્ટેંસિંગનુ પાલન કરવામાં આવી રહ્યુ છે કે નહી. દુકાનદારથી ઓછામાં ઓછુ 3 ફુટનુ અંતર રાખીને જ પૈસાની ચૂકવણી કરો અને જ્યારે તે દૂધનુ પેકેટ કાઉન્ટર પર રાખે તો, તમે તેનાથી થોડા પાછળ હટી જાઓ.

દૂધનું પેકેટ ઘરે લાવ્યા પછી.

  • જ્યારે તમે બજારમાંથી દૂધનું પેકેટ ઘરે લાવો તો તેનો તરત જ ઉપયોગ ન કરો, પરંતુ રસોડા અથવા બાથરૂમનો નળ ખોલીને વહેતા પાણીમાં આ પેકેટને સારી રીતે ધોઈ લો.
  • જો તમને જરૂરી લાગે તો તમે આ પેકેટને સાબુથી પણ ધોઈ શકો છો. જોકે, વહેતા પાણીમાં પેકેટને યોગ્ય રીતે ધોવું તે પછીના હાથના સાબુથી ધોવા માટે પૂરતું છે.
  • પેકેટના ધોયા બાદ સૌ પ્રથમ પોતાના હાથ ધોવો અને ફરી આ પેકેટને સ્વચ્છ કાતરથી કાપીને કોઈ વાસણમાં દૂધ કાઢો. આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે, દૂધને વાસણમાં પલટતા સમયે પેકેટ પર લાગેલ પાણી દૂધણાં પડે નહી. આ સ્થિતિથી બચવા માટે તમારે દૂધ પલટતા પહેલા આ પેકેટને કપડાથી સાફ કરી શકો છો.

દૂધને ઉકાળીને જ વાપરો

  • પેકેટમાં આવતુ દૂધ પ્રોસેસ્ડ દૂધ હોય છે. તમે તેનો ઉપયોગ ઉકાળ્યા વગર પણ કરી શકો છો, પરંતુ તે માત્ર સામાન્ય દિવસોમાં જ વધુ સારું છે. આજના સમયમાં કોરોનાના ભયથી બચવા માટે તે મહત્વનું છે કે તમે દૂધને સારી રીતે ઉકાળ્યા બાદ જ વાપરો.
  • એવુ એટલા માટે નથી કહી રહ્યા કે, દૂધમાં કોઈ સંક્રમણ છે, પરંતુ બજારમાંથી દૂધ લાવતા અને ગ્લાસમાં દૂધ પીવાની વચ્ચે દૂધ ક્યાંય પણ કોરોના ટીપાંના સંપર્કમાં આવે નહી અને અને આગળ કોઈ સમસ્યા ન થાય. તેથી તમારા વતી જાગ્રત રહેવું મહત્વપૂર્ણ છે. જો તમને સ્વચ્છતા વિશે સંપૂર્ણ ખાતરી છે, તો તમે પેકેટ દૂધનો પણ સીધો ઉપયોગ કરી શકો છો.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags