સંદેશ

1.5M Followers

NASAએ આખી દુનિયાને આપી ચેતવણી, 48,000 kmની ઝડપે પૃથ્વી પાસે આવી રહ્યો છે એસ્ટેરોઇડ

18 Jul 2020.10:15 PM

2020માં દેશ અને દુનિયામાં હલચલ મચી ગઈ છે. દેશ-દુનિયાથી હટીને વૈજ્ઞાનિક ચીજોને વાત કરીએ તો વર્ષ 2020માં અવકાશમાં હલચલ મચી ગઈ છે. આ સંદર્ભમાં નાસાએ સતત તેમના તથ્યો અને ચેતવણીઓ આપવાનું ચાલુ રાખે છે. આ વર્ષે ઘણાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ઉપરાંત, અવકાશમાં ઘણી હિલચાલ થઈ છે. આવી વિચિત્ર પરિસ્થિતિઓ દર બીજા દિવસે અવકાશમાંથી જાણકારીઓ મળી રહી છે.

સ્પેસ એજન્સી NASA (નાસા)એ આખી દુનિયા માચે ચેતવણી જાહેર કરી છે કે આગામી 24 જુલાઈએ એક વિશાળકાય એસ્ટેરોઇડ પૃથ્વીથી સાવ નજીક આવી જશે અને કદાચ તેની એ નજદીકી ખતરનાક સાબિત થઈ શકે છે. આ એસ્ટેરોઇડનું નામ 2020ND છે. બ્રિટનના સૌથી પ્રસિદ્ધ લંડન આઇ (London Eye)થી આ એસ્ટેરોઇડ પચાસ ઘણો મોટો છે.

નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને ચેતવણી આપી છે કે જે પ્રકારે આ એસ્ટેરોઇડ પૃથ્વી તરફ ધસી રહ્યો છે, તેને હળવાશથી લઈ શકાય નહીં. નાસાના હેવાલ મુજબ આ એસ્ટેરોઇડ 170 મીટર લાંબો છે અને તે પૃથ્વીથી 50,86,328 કિલોમીટર નજીક આવી જશે. તેની ઝડપ કલાકે 48,000 કિલોમીટરની છે. આ આંકડા ભલે મોટા લાગે પરંતુ અવકાશમાં આ આંકડા ખૂબ જ નાના છે અને તેને કારણે જ નાસા કહે છે કે આ એસ્ટેરોઇડ જોખમની હદમાં આવી જાય છે.

નાસા નિઅર અર્થ ઓબ્જેક્ટ ઉપર નજર રાખે છે કેમકે તે નજીક આવી જાય ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેને ખેંચી લે તો તે પૃથ્વી પર પટકાય એવું જોખમ વધી જાય છે.

19 અને 21મીએ પણ એસ્ટેરોઇડ નજીકથી પસાર થશે

આ એસ્ટેરોઇડ ઉપરાંત બીજા બે એસ્ટેરોઇડ પણ પૃથ્વીની નજીકથી પસાર થવાના છે. પરંતુ 2020 ME 21મી જુલાઈ અને 2016 DY 30 19મી જુલાઈએ નજીકથી પસાર થવાના છે, પરંતુ તેનાથી પૃથ્વીને કોઈ જોખમ નથી.

આ વીડિયો પણ જુઓ : લાઈવ શૉમાં એન્કરનો દાંત પડી ગયો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags