VTV News

1.2M Followers

કાયદો / મોદી સરકારે અમલમાં મુક્યો આ નવો કાયદો, હવે તમારી સાથે છેતરપિંડી કરનારની ખેર નહીં, જાણો સમગ્ર વિગતો

20 Jul 2020.12:41 PM

મોદી સરકારે આજે એક નવો કાયદો લાગુ કર્યો છે. આ ખાસ કાયદો દેશની જનતાને વધુ શક્તિશાળી બનાવશે. જનતા સાથે થતી રોજની છેતરપિંડીને રોકવા માટે મોદી સરકારે ઉપભોક્તા સંરક્ષણના નવા કાયદાને આજથી અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019ને 20 જુલાઈથી લાગુ કરવા માટે સૂચના જાહેર કરી દેવામાં આવી છે. નવા કાયદા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 1986ની જગ્યા લીધી છે.

  • મોદી સરકારે લાગુ કર્યો નવો કાયદો
  • નહીં થઈ શકે ગ્રાહકો સાથે છેતરપિંડી
  • નવા કાયદાનો અમલ આજથી કરવામાં આવશે

કેન્દ્રીય ઉપભોક્ત મામલામાં ખાધ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે નવો કાયદો 20 જુલાઈ એટલે કે આજથી લાગુ માનવામાં આવશે.

ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019એ સરકારને સત્તાવાર જાહેર કરી દીધો છે. આ નવા કાયદાને અમલમાં મુકતાની સાથે ગ્રાહકોના હિતની રક્ષા માટે જે જૂના કાયદામાં નહોતા તે તમામ નિયમોને એડ કરવામાં આવ્યા છે. તેમજ નવા બિજનેશ મોડલ્સને પણ સમાવવામાં આવ્યા છે.

નવા કાયદાની આ છે વિશેષતા

  • નવા કાયદામાં ગ્રાહકોને ભ્રમિત કરનારી જાહેર ખબરો પર કાર્યવાહી કરવામાં આવશે
  • ઉપભોક્તા દેશની કોઈ પણ કંન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી શકશે
  • નવા કાયદામાં ઓનલાઈન અને ટેલિશોપિંગ કંપનીઓને પહેલી વાર સમાવવામાં આવી છે.
  • ખાવા પીવાની વસ્તુઓમાં મીલાવટ કરનારી કંપનીઓને દંડ તથા જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે
  • કન્ઝ્યુમર મીડિએશન સેલનું સંગઠન. બન્ને પક્ષ સહમતિ સાથે મીડિએશન સેલ જઈ શકે છે
  • PIL એટલે કે જાહેર હિતની અરજી પણ હવે કન્ઝ્યુમર ફોરમમાં ફાઈલ કરી શકે છે. પહેલા આ થઈ શકતું નહોતુ
  • કન્ઝ્યુમર કોર્ટમાં 1 કરોડ સુધીના કેસ દાખલ કરી શકાશે
  • સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં 1 કરોડથી 10 કરોડ રુપિયા સુધીના કેસની સુનવણી થશે
  • નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમિશનમાં 10 કરોડ રુપિયાથી વધુના કેસોની સુનવણી થશે

ઉલ્લેખનીય છે કે સંરક્ષણ અધિનિયમ 2019 ઘણા સમય પહેલા તૈયાર કરી દેવાયો હતો. જો કે આ કાયદો થોડાક મહિના પહેલા લાગુ થવાનો હતો. જોકે કોરોનાને કારણે અને લોકડાઉનના કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો. આવનારા વિકથી તેનો અમલ શરુ કરી દેવાશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags