GSTV

1.3M Followers

કોરોના સંકટમાં ક્યારે ખુલશે સ્કૂલો? વાલીઓનો અભિપ્રાય લેશે સરકાર, અપાશે આ 3 વિકલ્પો

21 Jul 2020.10:58 AM

કોરોનાવાયરસ મહામારીના કારણે 2020માં વેપાર-ધંધા સાથે શિક્ષણ ક્ષેત્રને પણ ભારે નુકસાન વેઠવુ પડ્યુ છે. દેશના લાખો બાળકો અને કોલેજમાં અભ્યાસ કરતાં છાત્રોને ઘણુ નુકસાન થયુ છે. માર્ચથી દેશભરમાં સ્કૂલ-કોલેજ બંધ છે તો ઘણી જગ્યાએ તો કોરોના વાયરસના પગલે વાર્ષિક પરીક્ષાઓ પણ પૂરી નથી થઇ શકી. સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલથી સેશન શરૂ થઇ જાય છે પરંતુ આ વખતે તેવુ શક્ય નથી બન્યુ અને સાથે જ તે પણ કન્ફર્મ નથી કે શાળાઓ ક્યારથી ખુલશે.

વાલીઓને અપાશે આ 3 વિકલ્પ

હવે ફરીથી દેશમાં સ્કૂલ અને કોલેજ ખોલવા માટે સરકારે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.

હાલ સરકાર ઉતાવળમાં કોઇ એવો નિર્ણય લેવા નથી માગતી જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય. કોરોના વાયરસની સ્થિતિ અને તેની સામે લડવાની તૈયારીઓ તથા ખાસ કરીને બાળકોને તેનાથી બચાવવાના તમામ ઉપાયોને સુચારુ રૂપે લાગુ કર્યા બાદ જ સરકાર સ્કૂલને ફરીથી ખોલવાની દિશામાં કોઇ પગલુ લેશે.

સોમવતી અમાસઃ પિતૃતર્પણ માટે સવિશેષ મહાત્મ્ય ધરાવતો દિવસ, કેમ છે દાન આપવાની પરંપરા અકબંધ ?

કેટલાંક રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર હવે ધીમે ધીમે ફરી સ્કૂલ કોલેજ ખોલવા તરફ આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે આ વિશે સલાહ માગી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ વિશે રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોથી એક સંભવિત સમયગાળા અંગે નિર્ણય આપવા કહ્યુ છે અને સાથે જ તે નિર્દેશ પણ આપ્યા છે કે સ્કૂલ-કોલેજ ખોલતા પહેલા વાલીઓનો અભિપ્રાય પણ લેવામાં આવે. MHRDએ સ્કૂલ શરૂ કરવા અંગે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ત્રણ મહિનાના વિકલ્પ આપ્યાં છે. આ ઉપરાંત, શાળા ખુલ્યા પછી તેમની શાળાઓ પાસેથી શુ અપેક્ષા રહેશે તે પણ જણાવવુ પડશે. બાળકોની સલામતી માટે સ્કૂલ પાસેથી વાલીઓ કેવી અપેક્ષાઓ ધરાવે છે તે પણ જણાવવાનું કહ્યું છે. વાલીઓ ઈ-મેઈલ દ્વારા પોતાના અભિપ્રાય મોકલી શકશે.

અનલોક-3માં સ્કૂલો શરૂ કરવાની રણનીતિ ઘડાશે

મંત્રાલયની આ કવાયતને 1 ઓગસ્ટથી અનલોક -3 માર્ગદર્શિકા સાથે પણ જોડવામાં આવી રહી છે. કોઈપણ રીતે, અનલોક - 2 અંતર્ગત રજુ કરવામાં આવેલી માર્ગદર્શિકા માટેની અંતિમ તારીખ ફક્ત 31 જુલાઇ સુધી છે જેમાં શાળાઓને બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં મંત્રાલયની આ કવાયત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે આના આધારે અનલોક -3 માં શાળાઓ શરૂ કરવા માટે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર માનવ સંસાધન વિકાસ મંત્રાલયના (HRD) સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા મોકલવામાં આવેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલોના શિક્ષકો અને વાલીઓ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે ક્યારથી અને કેવી રીતે ફરીથી અભ્યાસ કરે. મંત્રાલયે 20 જુલાઇ એટલે કે આજ સુધી પ્રતિક્રિયા આપવાની વાત કહી છે.

જણાવી દઇએ કે કોવિડ 19ના પગલે માર્ચથી સ્કૂલ બંધ છે. કોરોના સંકટના કારણે સરકારે જુલાઇના પ્રથમ સપ્તાહમાં ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓ માટે સ્કૂલના સિલેબસને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લીધો છે. એચઆરડી મંત્રાલયે કહ્યું કે મુખ્ય મહામારીના કારણે સ્કૂલ-કોલેજનો ઘણો સમય વેડફાયો છે અને તેવામાં બાળકો પર વધુ ભારણ ન નાખી શકાય તેથી અભ્યાસક્રમ ઘટાડવો યોગ્ય પગલુ છે.હવે જોવુ રહ્યું કે આખરે ક્યારથી બાળકો ફરીથી બેગ લઇને સુરક્ષિત રીતે સ્કૂલ-કોલેજ જઇ શકે છે. બની શકે છે કે સરકાર હવે જલ્દી આ અંગે કોઇ કારગર પગલુ લે જેથી શિક્ષણ વધુ પ્રભાવિત ન થાય.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags