GSTV

1.3M Followers

વાલીઓ માટે આવ્યા સૌથી મોટા સમાચાર, શાળા સંચાલકોને ફીની ઉઘરાણી માટે સરકારે કર્યો આ આદેશ

22 Jul 2020.2:13 PM

રાજ્ય અને સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે, જેને લઇને લૉકડાઉનની સ્થિતિમાં લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે. આ કપરા સમયમાં પણ સ્કૂલો કમાણી કરવા માગે છે. જોકે સરકાર દ્વારા રાશન, લાઇટ બિલ સહિત અનેક બોજને હળવા કરવા મદદ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતેે મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 55,000 શાળાઓમાં સવા કરોડ બાળકો ભણે છે. કોરોનાને કારણે લૉકડાઉનની સ્થિતિને જોતા એમની આર્થિક હાલત પ્રમાણે સ્કૂલની ફી લેવાનું નક્કી થયું હતું પણ આ બાળકો સામે સ્કૂલો પોતાની મનમાની ચલાવી રહી છે. ગુજરાતમાં સ્કૂલ સંચાલકો ફી મામલે કોઈ બાંધછોડ કરવા માગતા નથી. કેજી અને નર્સરી સુધીની પણ ફી માગી રહ્યાં છે.

જે બાળકોને ઓનલાઈન શિક્ષણ એટલે શું એની ખબર પડતી નથી. જેઓને પીડીએફ મોકલી સ્કૂલ સંચાલકો ફીની માગણીના સતત મેસેજો કરી વાલીઓ પર પ્રેશર કરી રહ્યાં છે. આ મામલે હવે સરકાર કડક બની છે. હવે આ ફી વાલીઓ પાસેથી શાળા સંચાલકો નહીં ઉધરાવી શકે.

હાઈકોર્ટે પણ આપી મોટી રાહત

ગુજરાત હાઇકોર્ટે પણ સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહિ કરી શકે. હાઇકોર્ટ કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હતા જે સામે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરુ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓ ને દબાણ નહિ કરી શકે. હાઇકોર્ટે સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ કરે તો ડીઈઓએ પગલાં લેવાના આદેશ આપ્યા છે. કોરોનાના કપરાકાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા જાહેરહિતની અરજી થઈ હતી. જેમાં આજે નિર્ણય લેવાયો છે.

જેમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને ફીની ઉઘરાણી ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ મામલે મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યના વિધાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગે પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જેમાં વિધાર્થીઓની ઈતર પ્રવૃત્તિ સહિત ટ્યુશન ફી માટે લેવામાં આવતી ફી ના વસુલવી, જ્યાં સુધી શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી ટ્રાસ્પોર્ટ, ટ્યૂશન ફી નહીં વસૂલી શકે શાળાઓ.

સરકારે આ મામલે મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો.

  • વિધાર્થીઓની ઈતર પ્રવૃત્તિ સહિત ટ્યુશન ફી માટે લેવામાં આવતી ફી ના વસુલવી
  • શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી ટ્રાસ્પોર્ટ ફી નહી વસૂલવી
  • ટ્યૂશન ફી નહીં વસૂલી શકે શાળાઓ

જો કોઈ વાલીએ ફી ભરી હોય તો શાળા શરૂ થાય તે શાળા સંચાલકોએ ફી સરભર કરવાની રહેશે, કોઈપણ શાળા ફી વધારો નહિ કરી શકે. 30 જૂન સુધી ફી ન ભરનાર વિધાર્થીઓને શાળા એલસી આપી શકશે નહીં

  • વાલીઓ માટે આવ્યા સૌથી મોટા સમાચાર
  • શાળા સંચાલકોને ફીની ઉઘરાણી માટે સરકારે કર્યો આ આદેશ
  • શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફીની નહીં કરી શકે ઉઘરાણી
  • સ્કૂલો વાલીઓને ફી ભરવા માટે રાજ્યમાં કરી રહી છે પ્રેશર
  • ઓનલાઈન અભ્યાસક્રમમાં પણ ગણવેશ પહેરીને બેસવાનો થઈ ચૂક્યો છે વિવાદ

લૉકડાઉનની સ્થિતિમાં લોકોને આર્થિક ફટકો પણ પડ્યો

રાજ્ય અને સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે, જેને લઇને લૉકડાઉનની સ્થિતિમાં લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે. આ કપરા સમયમાં પણ સ્કૂલો કમાણી કરવા માગે છે. જોકે સરકાર દ્વારા રાશન, લાઇટ બિલ સહિત અનેક બોજને હળવા કરવા મદદ કરવામાં આવી છે.

સરકાર અગાઉ પણ કોઇ સ્કૂલ સંચાલક ફી માટે વાલીઓને દબાણ નહીં કરી શકે. સાથે માર્કશીટ કે લિવિંગ સર્ટી પણ નહીં અટકાવી શકે તેવા આદેશો કરી ચૂકી છે. સ્કૂલોએ સરકારે આપેલા આદેશોનું પાલન કરવું પડશે.

ગુજરાતમાં સ્થિતિ એવી છે કે ખાનગી શાળાઓ સરકારનું સાંભળવા તૈયાર નથી

મહત્વનું છે કે, આ અગાઉ શિક્ષણમંત્રીએ સપ્ટેમ્બર સુધી ફી ન ઉઘરાવવા માટે કહ્યું હતું આમ છતાં શાળાના સંચાલકો છે કે સરકારના નિયમોને પણ માનવા તૈયાર નથી. બસ તેમને પોતાના ખિસ્સા જ ભરવા છે. આજે ફરી કેબિનેટની બેઠક બાદ સરકારે જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉઘરાવવા આદેશ કર્યો છે. ગુજરાતમાં સ્થિતિ એવી છે કે ખાનગી શાળાઓ સરકારનું સાંભળવા તૈયાર નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags