GSTV

1.3M Followers

નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો રાહ જુઓ : 1 ઓગષ્ટથી બદલાઈ રહ્યા છે આ નિયમો, 1 કરોડ લોકોને થશે ફાયદો

23 Jul 2020.11:03 AM

1 ઓગષ્ટની પ્રથમ તારીખથી કાર-બાઈકના વીમા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. ભારતીય વિમા નિયામક અને વિકાસ ઓથોરિટી (IRDA)એ આ વિશે નોટિફિકેશન જાહેરકરી દીધુ છે. જો તમે નવી ગાડી ખરીદવાનુ વિચારી રહ્યા છો તો, 1 ઓગષ્ટ સુધી રાહ જોવો. કારણ કે, તમને લાભ થશે. નવા નિયમ પ્રમાણે તમને ગાડીના વીમા પર હાલમાં ખર્ચ થનારી મોટી રકમનો લાભ મળશે.

નહી લેવો પડે 3-5 વર્ષનુ વીમા કવર

IRDA એ નોટિફિકેશન જાહેર કરતા કહ્યુ છે કે, 1 ઓગષ્ટ 2020થી નવા વાહન માટે લેવામાં આવતો થર્ડ પાર્ટી અને Own damage વીમો, જે 3 થી 5 વર્ષ માટે લેવાનો હોય છે, તેની કોઈપણ પ્રકારે જરૂરીયાત નહી હોય.

સતત માસ્ક પહેરવાથી થાય છે અસુવિધા કે દુઃખાવો, તો અપનાવો આ ટીપ્સ

વર્ષ 2018માં લાગુ થયો હતો આ નિયમ

આ પહેલા IRDA એ 28 ઓગષ્ટ 2018ના નોટિફિકેશન જાહેર કરતા ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો નવી કાર માટે લીધી અને 5 વર્ષનો થર્ડ પાર્ટી વીમો દ્વિચક્રી વાહન માટે 1 સપ્ટેમ્બર 2018થી લેવાનુ શરૂ કરી દીધુ હતુ. લોન્ગ ટર્મનો મતલબ દ્વિચક્રી વાહન માટે પાંચ વર્ષ અને ચાર પૈડાવાળા વાહન માટે ત્રણ વર્ષ 'મોટર થર્ડ પાર્ટી પોલિસી' લાગુ હતી. ત્યારબાદ વીમા કંપનીઓએ લોન્ગ ટર્મ પેકેજવાળા પ્લાન જાહેર કર્યા હતા. જેમાં થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ કવર પણ મળે છે.

શું છે થર્ડ પાર્ટી કવર અને ઓન ડેમેજ કવર

કોઈપણ દુર્ઘટનાની સ્થિતિમાં મોટર ઈંશ્યોરેંસ પોલિસી તમને મુખ્ય રૂપથી બે પ્રકારના કવર આપે છે. થર્ડ પાર્ટી કવર અને ઓન ડેમેડ કવર. મોટર વ્હીકલ એક્ટ હેઠળ કોઈપણ વાહન માલિકોને થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે. વીમો કરાવનાર પ્રથમ પાર્ટી હોય છે, વીમો બીજી અને ત્રીજી પાર્ટી તે હોય છે જે વીમો કરાવનારને કારણે નુકસાન થાય છે. આ પાર્ટી નુકસાન માટે દાવો કરે છે અને વીમા પોલિસી તેના નુકસાનને કવર આપે છે. હવે IRDAએ કહ્યુ કે, લાંબા સમયની પોલિસીની પરફોર્મેંસને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 1 ઓગષ્ટથી આવી પોલિસી લેવાનુ બંધનકર્તા રહેશે નહીં.

સસ્તુ થશે કાર અને બાઈક ખરીદવુ

મોટર વ્હીકલ ઈંશ્યોરેંસમાં ફેરફાર કરવાથી આગામી મહીનાથી નવી કાર અને બાઈકની ખરીદી થોડી સસ્તી પડી શકે છે. તેનાથી કોરોનાકાળમાં કરોડો લોકોને ફાયદો થશે. IRDA એ કહ્યુ કે, લોન્ગ ટર્મ પેકેજ પોલિસીના કારણે નવા વાહન ખરીદવા લોકો માટે મોંઘુ સાબિત થાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags