સંદેશ

1.5M Followers

ગુજરાતમાં અનલોક 3ની તૈયારીઓ શરૂ, જાણો શું ખૂલશે અને શું બંધ રહી શકે છે? પરંતુ પડી રહી છે આ એક મુશ્કેલી!

27 Jul 2020.10:02 AM

કોરોના વાઈરસના કહેર પછી જાહેર કરાયેલું અનલૉક-2 31મી જુલાઈ, શુક્રવારના રોજ પૂરું થઈ રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે અનલોક 3ની તૈયારીઓ સરકાર કરી રહી છે. આ અનલોક 3માં જિમ અને થિયેટરો શરુ થવાની શક્યતા જોવાઈ રહી છે. થીએટર સંચાલકો માટે 25 ટકા સીટો સાથે થીએટર ખોલવા માટેની પરવાનગી આપવામાં આવી શકે છે.

સરકારના આ નિર્ણયના લીધે સંચાલકોમાં થોડી નારાજગી દેખાઈ રહી છે. સંચાલકો 50 ટકા સીટો સાથે શરૂ કરવા માટે સહમત છે. 25 ટકામાં નુકશાન વધુ થશે તેવું સંચાલકો માની રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં આ એક મોટી મુશ્કેલી ઉભી થાય તો નવાઈ નહીં. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 200 થિયેટરો હાલ પાંચ મહિનાથી સંપૂર્ણ બંધ છે.

અનલોક 3માં થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે.

સિનેમા હૉલ માલિકો 50% ટિકિટ વેચાણ કરીને થિયેટરો શરૂ કરવા તૈયાર છે, પરંતુ સરકાર ફક્ત 25% ટિકિટ વેચાણ સાથે મંજૂરી આપવા માંગે છે. જોકે, દેશના અનેક સિનેમા હૉલ માલિકો 25% ક્ષમતા સાથે થિયેટરો ખોલવા તૈયાર નથી.

સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકાર ઓગસ્ટથી અનલૉક-3ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને અનલૉક-3માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હૉલ અને જિમ ખોલવાની મંજૂરી મળી શકે છે. જો કે દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે. પરંતુ અનલૉક-3માં દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.

એટલું જ નહીં, અનલોક-3માં સિનેમા સાથે જીમનાં દ્વાર પણ અનલોક થાય તેવી શક્યતા છે. દરમ્યાન, અત્યારે દેશભરમાં શાળાઓ, મેટ્રો ખોલવા પર વિચાર નથી કરાયો. તમામ રાજ્યો માટે પણ અનલોક-3માં વધુ કેટલીક છૂટછાટો અપાશે, શાળા-કોલેજો ખોલવા પર શરૂઆતમાં વિચાર કરાયો હતો, પરંતુ કોરોના સંક્રમણ વધતાં ચિંતિત સરકાર હજુ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જ રાખી શકે છે.

27મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવી છે. જેમાં વધતા કેસો અને અનલોક-3 અંગેની ચર્ચા થશે. 31મી જુલાઇએ અનલોકનો બીજો રાઉન્ડ પૂરો થઇ રહ્યો છે ત્યારે આગામી રણનીતિ અંગે પણ વિચારણા થઇ શકે છે.

જુઓ આ પણ વીડિયો: પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags