VTV News

1.2M Followers

સુવિધા / લાખો પેન્શનર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, દેશની સૌથી મોટી બેંકે શરૂ કરી આ જબરદસ્ત સુવિધા

27 Jul 2020.11:30 AM

દેશની સૌથી મોટી બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંકે તેના લાખો પેન્શનર્સ માટે એક ખાસ વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. એસબીઆઈએ આ વેબસાઈટનું નામ એસબીઆઈ પેન્શન સેવા રાખ્યું છે. આ સરકારી બેંકની ખાસ સેવા બાદ પેન્શનધારકોને પેન્શન સંબંધી કોઈપણ જાણકારી માટે આ વેબસાઈટ પર લોગઈન કરવું પડશે. ત્યારબાદ તેમની સમસ્યાઓનું સમાધાન મળી જશે. એસબીઆઈ દેશની સૌથી મોટી પેન્શન પેમેન્ટ બેંક છે.

  • લાખો પેન્શનર્સ માટે સારા સમાચાર
  • હવે દેશની સૌથી મોટી બેંકે શરૂ કરી ખાસ સર્વિસ
  • પેન્શનર્સ મિનિટોમાં કરી શકશે આ કામ

કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓમાં કામ કરનારા લોકો એસબીઆઈ દ્વારા જ પેન્શનની ચૂકવણી કરે છે.

તેમાં ડિફેન્સ, રેલ્વે, પોસ્ટલ, ટેલિકોમ અને સિવિલ ક્ષેત્રના પેન્શનધારકો છે. આ સિવાય એસબીઆઈ વિવિધ રાજ્ય સરકારો અને અન્ય સ્વાયત્ત સંગઠનો સાથે સંકળાયેલું છે. એસબીઆઈા પેન્શનરોની સંખ્યા 54 લાખ છે.

  • પેન્શનર્સ કેલ્ક્યુલેશન શીટ્સને ડાઉનલોડ કરી શકશે.
  • પેન્શન સ્લિપ અથવા ફોર્મ 16 ડાઉનલોડ કરવાની સુવિધા
  • પેન્શન પ્રોફાઈલ ડિટેલ્સની જાણકારી
  • રોકાણ સંબંધી જાણકારી
  • લાઈફ સર્ટિફિકેટ સ્ટેટસની જાણકારી
  • ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ

આ રીતે પેન્શનર્સ વેબ પોર્ટલમાં કરી શકે છે રજિસ્ટ્રેશન

એસબીઆઈ પેન્શન એકાઉન્ટ ખોલાવનારા પેન્શનર્સને આ સેવાનો લાભ લેવા માટે પહેલાં પોતાને રજિસ્ટર કરવા પડશે. તેના માટે https://www.pensionseva.sbi/ પર જવું પડશે.

આ માટે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો અને પછી ઓછામાં ઓછા 5 કેરેક્ટરનું યુઝર આઈડી બનાવવું પડશે. પછી ખાતા નંબર અને બર્થ ડેટ નાખો. પેન્શન આપનારી બ્રાન્ચનું કોડ નાખો. ત્યારબાદ રજિસ્ટર ઈમેલ આઈડી નાખી, નવો પાસવર્ડ નાખીને કન્ફર્મ કરો.

પછીના સ્ટેપમાં 2 પ્રોફાઈલ પ્રશ્ન પસંદ કરીને તેનો જવાબ આપો અને ભવિષ્યમાં રેફરન્સ માટે સેવ કરી લો.

રજિસ્ટ્રેશન થયા બાદ પેન્શનરની રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર એક મેલ મોકલવામાં આવશે. તેમાં એકાઉન્ટ એક્ટિવેશન માટે એક લિંક હશે. અકાઉન્ટ એક્ટિવ થઈ ગયા બાદ પેન્શનર રજિસ્ટર્ડ આઈડી અને પાસવર્ડથી વેબસાઈટ પર લોગઈન કરી શકો છો. પેન્શનર્સને એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે લોગઈન સતત 3 વખત ખોટા પાસવર્ડ બાદ અકાઉન્ટ લોક થઈ જશે.

પેન્શનર્સ આ રીતે કરી શકે છે ફરિયાદ

  • જો કોઈ પેન્શનર્સ એસબીઆઈની સેવાઈથી ખુશ નથી તો તે નીચે જણાવેલા માધ્યમોથી ફરિયાદ કરી શકે છે.
  • 'UNHAPPY' લખીને 8008202020 પર SMS કરી શકે છે
  • 24×7 SBI કસ્ટમર કેર ટોલ ફ્રી નંબર
  • 18004253800/1800112211/1800110009 અથવા 08026599990 પર કોલ કરી શકો છો.
  • બેંકની વેબસાઈટ www.sbi.co.in પર જઈને અથવા તો gm.customer@sbi.co.in / dgm.customer@sbi.co.in પર ઈમેલ મોકલી શકો છો.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags