GSTV

1.3M Followers

SBIનાં 54 લાખ પેંશનર્સને આપી ભેટ, લોન્ચ કરી પેંશન સેવા વેબસાઈટ

29 Jul 2020.06:45 AM

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઇ (SBI)એ 54 લાખ પેન્શનરો માટે એસબીઆઇ પેન્શન સેવા વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઇટ પર લોગ-ઈન કરીને, ગ્રાહકો તેમના પેન્શન વિશેની માહિતી મેળવી શકે છે. SBI Pension Seva વેબસાઇટનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે. તેનો સીધો ફાયદો સામાન્ય જનતાને મળશે. ચાલો તમને જણાવીએ કે તમે આ વેબસાઇટ પર કેવી રીતે લોગ-ઈન કરી શકો છો.

પેન્શનરો કેવી રીતે કરાવશો રજીસ્ટર

  • SBIમાં પેન્શન ખાતા ધરાવતા ખાતા ધારકોને તેનો ઉપયોગ કરતા પહેલા આ વેબસાઇટ પર પોતાની નોંધણી કરાવવી પડશે. આ માટે, તમારે ઓફિશિયલ સાઇટ https://www.pensionseva.sbi/ પર ક્લિક કરવું પડશે.
  • આ પછી, ટોપ પર આપેલ રજીસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો.
  • હવે મિનિમમ 5 અક્ષરોનું યુઝર ID બનાવો.
  • હવે ગ્રાહકો તેમનું પેન્શન એકાઉન્ટ નંબર દાખલ કરે.
  • પછી જન્મ તારીખ નાખો.
  • પેન્શનનું પેમેન્ટ કરતી બેંક બ્રાંચનો કોડ દાખલ કરો.
  • હવે તમારું રજિસ્ટર મેઇલ દાખલ કરો.
  • હવે નવો પાસવર્ડ બનાવો અને તેને સેવ કરો.
  • આઈડી-પાસવર્ડ સેવ કરો.

કાકડી-ટામેટાનું મિક્સ સલાડ ખાવ છો તો થઈ જાવ સતર્ક, થઈ શકે છે આ બિમારીઓ

રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ, ગ્રાહકના રજીસ્ટર્ડ મેઇલ આઈડી પર મેઇલ મોકલવામાં આવશે.

આમાં, તમારા એકાઉન્ટના એક્ટિવેશન માટે એક લિંક પણ આપવામાં આવશે. એકવાર એકાઉન્ટ સક્રિય થઈ ગયા પછી, પેન્શનર રજિસ્ટર્ડ આઈડી અને પાસવર્ડ સાથે વેબસાઇટમાં લોગઈન કરી શકે છે. ધ્યાનમાં રાખો કે લોગઈનના સતત 3 નિષ્ફળ પ્રયાસો પછી, એકાઉન્ટ આપમેળે લોક થઈ જશે.

આ રીતે કરી શકો ફરિયાદ

જો કોઈ પેન્શનર બેંકની કોઈ પણ સેવાથી નાખુશ હોય તો તે બેંકમાં ફરિયાદ કરી શકે છે અને ફરિયાદ કરવા માટે તેમણે UNHAPPY લખીને 8008202020 પર એસએમએસ કરવાનો રહેશે. તેના સિવાય તમે ટોલફ્રી નંબર 1820425380108,026599990 પર કોલ કરીને પણ તમારી ફરિયાદ દાખલ કરી શકો છો. તે જ રીતે એસબીઆઈની વેબસાઈટ પર જઈને gm.customer@sbi.co.in પર ઈમેલ મોકલી શકો છો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags