સંદેશ

1.5M Followers

મોદી સરકારે લાવી ભારતની નવી શિક્ષણ નીતિ, સ્કૂલ-કૉલેજની વ્યવસ્થામાં મોટા ફેરફાર

29 Jul 2020.1:58 PM

માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય મોદી કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ બેઠક દરમિયાન મોદી સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દીધી છે. આ વિશે વિસ્તૃત જાણકારી સરકાર તરફથી સાંજે 4 વાગ્યે થનારી કેબિનેટ બ્રીફિંગમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ આપ્યો હતો કે મંત્રાલયનું અત્યારનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દેવામાં આવે.

ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટરી બૉડી

આ પ્રસ્તાવ પર મોદી કેબિનેટે મ્હોર મારી છે.

આ સાથે જ નવી શિક્ષા નીતિને પણ મંજૂરી આપવામાં આવી છે. હવે સમગ્ર ઉચ્ચ શિક્ષા ક્ષેત્ર માટે એક જ રેગ્યુલેટરી બૉડી હશે જેથી શિક્ષણ ક્ષેત્રમાં અવ્યવસ્થાને ખત્મ કરવામાં આવી શકે. શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટરી બૉડી 'નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી ઑથોરિટી' અથવા હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા નક્કી કરવામાં આવ્યું છે.

નવી શિક્ષણ નીતિ બાળકોનાં જીવન જીવવાનાં કૌશલ પર ભાર અપાશે

રાષ્ટ્રિય શિક્ષણ નીતિનું નિર્માણ 1986માં કરવામાં આવ્યું હતુ અને 1992માં આમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ત્રણ દશક બાદ પણ કોઈ મોટો બદલાવ નથી થયો. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણનાં અધિકાર કાયદાને વ્યાપક બનાવવામાં આવ્યો છે. હવે 3 વર્ષથી 18 વર્ષનાં બાળકોને શિક્ષણનાં અધિકાર કાયદા, 2009માં લાવવામાં આવશે. હવે કલા, સંગીત, શિલ્પ, રમત, યોગ, સામુદાયિક સેવા જેવા તમામ વિષયોને પણ પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે. આને સહાયક પાઠ્યક્રમ કે અતિરિક્ત પાઠ્યક્રમ નહીં કહેવામાં આવે. નવી શિક્ષણ નીતિ બાળકોનાં જીવન જીવવાનાં કૌશલ અને જરૂરી ક્ષમતાઓને વિકસિત કરવા પર ભાર આપે છે. હવે હાયર એજ્યુકેશનમાં વર્લ્ડ ક્લાસ રિસર્ચ પર ફોકસ કરવામાં આવશે.

રાષ્ટ્રિય શિક્ષણ નીતિ ભારતીય લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી

અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પધ્ધતિઓને સામેલ કરવા, રાષ્ટ્રિય શિક્ષણ આયોગનું ગઠન કરવા અને પ્રાઇવેટ સ્કૂલોને પોતાની મરજી પ્રમાણે ફી વધારવાથી રોકવાની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રિય શિક્ષણ નીતિ 2019ને ભારતીય લોકો, તેમની પરંપરાઓ, સંસ્કૃતિઓ અને ભાષાઓની વિવિધતાને ધ્યાનમાં રાખતા ઝડપથી બદલાતા સમાજની જરૂરિયાતોનાં આધારે તૈયાર કરવામાં આવી છે.

આ વિડીયો પણ જુઓ: અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો CIIનો દાવો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags