VTV News

1.2M Followers

સુવિધા / મોદી સરકારની આ સ્કીમમાં મળશે ખેડૂતોને સૌથી સસ્તી લોન, જાણો વ્યાજનો દર અને કેવી રીતે કરશો અપ્લાય

05 Aug 2020.2:31 PM

PM Kisan Samman Nidhi Scheme અને KCC-Kisan Credit Card યોજનાના આધારે લાભાર્થીઓની વચ્ચે 2.5 કરોડ ખેડૂતોને એક ખાસ સુવિધા આપવાની તૈયારીમાં મોદી સરકાર લાગી ચૂકી છે. સરકારની કોશિશ છે કે કોઈ પણ ખેડૂત સાહુકારો પાસેથી લોન ન લે તેનો વ્યાજ દર ઘણો વધારે હોય છે અને ખેડૂત આ ઉધારમાંથી બહાર આવી શકતો નથી. સરકારી લોન લેવાથી હવે ખેડૂતને ફક્ત વર્ષનું 4 ટકા વ્યાજ ભરવાનું રહેશે જે દેશમાં કોઈ પણ લોન પર સૌથી ઓછો વ્યાજ દર છે.

  • મોદી સરકાર કરશે નવી યોજના લાગૂ
  • આ યોજનામાં ખેડૂતને ભરવું પડશે માત્ર 4 ટકા વ્યાજ
  • સ્કીમનો ફાયદો લેવા માટે આ ખાસ રીતે કરી લો એપ્લાય


છેલ્લા કેટલાક દિવસોથી સરકારે 111.98 લાખ નવા ખેડૂતોએ કેસીસી સ્કીમનો લાભ લીધો છે. તેના આધારે 89,810 કરોડ રૂપિયાનું ઉધાર લીધું છે.

આ આંકડા કેસીસીના લગભગ પોણા આઠ કરોડ લાભાર્થીના છે. ઉલ્લેખનીય છે કે કેસીસીને 24 ફેબ્રુઆરીથી પીએમ કિસાન સ્કીમની સાથે જોડીને કાર્ડ બનાવવાની પ્રોસેસ કરી છે.

હવે સરળ બન્યું કેસીસી બનાવવાનું

પહેલાં બેંક ખેડૂતોને લોન આપવામાં આનાકાની કરતી હતી. મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતો માટે કેસીસી ફોર્મ ભરવાનું સરળ બનાવ્યું છે. તેમના રેવન્યૂ રેકોર્ડ, બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડને કેન્દ્ર સરકાર પહેલાં જ અપ્રૂવ્ડ કરી રહી છે. સરકારે આ વર્ષે 15 લાખ કરોડ રૂપિયાનો કૃષિ લોન આપવાનું નક્કી કર્યું છે.

મળશે સૌથી સસ્તી લોન

કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજનો દર 4 ટકા છે. સિક્યોરિટી વિના 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. સમયાંતરે તેને ચૂકવવા માટે લોનની રકમ 3 લાખ રૂપિયા સુધી વધારી પણ શકાય છે.

ક્યાંથી મળશે કેસીસી ફોર્મ

સૌ પહેલાં તમે https://pmkisan.gov.in/ પર જાઓ. આ વેબસાઈટમાં ફોર્મર ટેબમાં કેસીસી ફોર્મનો વિકલ્પ મળશે.

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા ફોર્મ ડાઉનલોડ કરો. ફોર્મને પ્રિન્ટ કર્યા બાદ તમારે તેને ભરવાનું રહેશે.

કેવી રીતે કરી શકાશે અરજી

  • ખેડૂત પોતાની નજીકની કોર્મશિયલ બેંકમાં આ ફોર્મ જમા કરી શકે છે. કાર્ડને તૈયાર કર્યા બાદ તે બેક ખેડૂતને સૂચના આપશે અને પછી તેના એડ્રેસ પર તેને મોકલી દેવામાં આવશે.
  • આ ફોર્મ નવા ક્રેડિટ કાર્ડ બનાવવા માટે અરજી કરવા સિવાય ચાલુ કાર્ડની લિમિટ વધારવા અને બંધ થઈ ગયેલા કાર્ડને ફરી શરૂ કરવા માટે વાપરી શકાશે.
  • આ પેજના ફોર્મને ભરવું સરળ છે. તેમાં ખેડૂતે સૌ પહેલાં બેંકનું નામ જેમાં અરજી કરી રહ્યા છે તે અને તેની શાખાની જાણકારી પણ આપવાની રહેશે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags