GSTV

1.3M Followers

ધૂમ કમાણી કરાવતા આ બિઝનેસ માટે ધોરણ-8 પાસ પણ કરી શકે છે અપ્લાય, ફક્ત 5000 રૂપિયાનું કરવુ પડશે રોકાણ

12 Aug 2020.10:15 AM

ભારતમાં આશરે 2 લાખ પોસ્ટ ઑફિસ છે, તેમ છતાં હજુ એવા ઘણાં વિસ્તારો છે જ્યાં પોસ્ટ ઑફિસ નથી. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પોસ્ટ ઑફિસ ખોલવા માટે લોકોને ફ્રેન્ચાઇઝી આપી રહ્યુ છે. જેના દ્વારા તે સારી કમાણી કરી શકે છે. ઇન્ડિયા પોસ્ટ ફ્રેન્ચાઇઝી સ્કીમનો લાભ ઓછા ભણેલા લોકો પણ લઇ શકે છે કારણ કે ફ્રેન્ચાઇઝી લેવા માટે ઇન્ડિયા પોસ્ટે મિનિમમ ક્વોલિફિકેશન ધોરણ-8 પાસ નિશ્વિત છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે લઇ શકો છો આ ફ્રેન્ચાઇઝી અને કેવી રીતે થશે કમાણી…

ફ્રેન્ચાઇઝી લઇને તમે કરી શકો છો આ બિઝનેસ

જો તમે પણ ફ્રેન્ચાઇઝી લેવા માગતા હોવ તો તમારે ફક્ત 5000 રૂપિયાની મિનિમમ સિક્યોરિટી ડિપોઝીટ ભરવાની રહેશે.

ફ્રેન્ચાઇઝી દ્વારા તમે ગ્રાહકોને સ્ટેમ્પ, સ્ટેશનરી, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ, મની ઓર્ડરના બુકિંગ જેવી સુવિધાઓ પૂરી પાડી શકો છો અને આ જ સુવિધાઓએક નિશ્વિત કમિશન સાથે ફ્રેન્ચાઇઝી લેનારની રેગ્યુલર ઇનકમનો સ્ત્રોત બનશે.

ધોરણ-8 પાસ શરૂ કરી શકે છે આ બિઝનેસ

ઇન્ડિયા પોસ્ટ ફ્રેન્ચાઇઝી સ્કીમનો લાભ ઓછુ ભણેલા લોકો પણ લઇ શકે છે કારણ કે ફ્રેન્ચાઇઝી લેવા માટે ઇન્ડિયા પોસ્ટે મિનિમમ ક્વોલિફિકેશન ધોરણ-8 પાસ નક્કી કરી છે. ચાલો તમને જણાવીએ કે કઇ વસ્તુ પર તમને કેટલુ કમિશન મળશે….

આ લોકો પણ લઇ શકે છે ફ્રેન્ચાઇઝી

આ ઉપરાંત નવી શરૂ થનાર શહેરી ટાઉનશિપ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, નવા શરૂ થનાર ઇન્ડસ્ટ્રિયલ સેન્ટર, કોલેજ, પોલિટેક્નિક્સ, યુનિવર્સિટી, પ્રોફેશનલ કોલેજ વગેરે પણ ફ્રેન્ચાઇઝીનું કામ લઇ શકે છે. ફ્રેન્ચાઇઝી લેવા માટે ફોર્મ સબમિટ કરવાનું હોય છે. સિલેક્ટ થયેલા લોકોને ડિપાર્ટમેટ સાથે MOU સાઇન કરવાનું હોય છે. ફોર્મ તથા વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો. https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf से ली जा सकती है.

ફ્રેન્ચાઇઝી લેવાના નિયમ

કોઇપણ વ્યક્તિ, ઇન્સ્ટીટ્યુશન્સ, ઓર્ગેનાઇઝેશન્સ અથવા અન્ય ઇંટિટીઝ જેવા કોર્નર શૉપ, પાનવાળા, કરિયાણાવાળા, સ્ટેશનરી શૉપ, સ્મૉલ શૉપકીપર વગેરે પોસ્ટ ઑફિસ ફ્રેન્ચાઇઝી લઇ શકે છે. વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછા 18 વર્ષ હોવી જોઇએ.

આ રીતે થાય છે સિલેક્શન

ફ્રેન્ચાઇઝી લેનારનું સિલેક્શન સંબંધિત ડિવિઝનલ હેડ દ્વારા કરવામાં આવે છે જે એપ્લીકેશન મળ્યાના 14 દિવસની અંદર ASP/sDI ની રિપોર્ટ પર આધારિત હોય છે.

મળે છે ટ્રેનિંગ અને અવોર્ડ

જેનું સિલેક્શન ફ્રેન્ચાઇઝી માટે થઇ જશે. તેને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રેનિંગ પણ મળશે. ટ્રેનિંગ વિસ્તારના સબ-ડિવિઝનલ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત જે ફ્રેન્ચાઇઝી પોઇન્ટ ઑફ સેલ્સ સોફિટવેરનો યુઝ કરશે. તેમને બાર કોડ સ્ટિકર પણ મળશે. સારુ પરફોર્મ કરનાર ફ્રેન્ચાઇઝી આઉટલેટને અવોર્ડ પણ આપવામાં આવશે. વાર્ષિક અવોર્ડ માટે સંબંધિત સર્કલ હેડ જોગવાઇ નક્કી કરશે.

આ લોકો ન લઇ શકે ફ્રેન્ચાઇઝી

પોસ્ટ ઑફિસ એમ્પ્લોયીના પરિવારના સભ્ય તે ડિવિઝનમાં ફ્રેન્ચાઇઝી ન મેળવી શકે, જ્યાં તે એમ્પ્લોયી કામ કરી રહ્યાં છે. પરિવારના સભ્યોમાં એમ્પ્લોયીની પત્ની, સગાસંબંધી તથા ઓરમાન સંતાન અને તેવા લોકો જે પોસ્ટલ એમ્પ્લોયી પર નિર્ભર રહેતા હોય, ફ્રેન્ચાઇઝી લઇ શકે છે.

આ રીતે થશે કમાણી

ફ્રેન્ચાઇઝીની કમાણી તેના દ્વારા જ આપવામાં આવતી પોસ્ટલ સર્વિસિઝ પર મળતા કમિશન દ્વારા થાય છે. આ કમિશન MOU માં નક્કી થાય છે.

કઇ સર્વિસ તથા પ્રોડક્ટ પર મળશે કેટલુ કમિશન

રજીસ્ટર્ડ આર્ટિકલ્સના બુકિંગ પર 3 રૂપિયા, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સના બુકિંગ પર 5 રૂપિયા, 100 રૂપિયાથી 200 રૂપિયાના મની ઓર્ડરના બુકિંગ પર 3.50 રૂપિયા, 200 રૂપિયાથી વધુના મની ઓર્ડર પર 5 રૂપિયા, દર મહિને રજીસ્ટ્રી અને સ્પીડ પોસ્ટ માટે 1000થી વધુ આર્ટિકલ્સના બુકિંગ પર 20 ટકા વધારાનું કમિશન, પોસ્ટેજ સ્ટેંપ, સેન્ટ્રલ રિક્રૂટમેન્ટ ફી સ્ટેંપ્સ વગેરેના વેચાણ સહિત રિટેલ સર્વિસીઝ પર પોસ્ટલ ડિપાર્ટમેન્ટને થયેલી કમાણીના 40 ટકા.

કેટલી છે સિક્યોરિટી ડિપોઝીટ

પોસ્ટ ઑફિસ ફ્રેન્ચાઇઝી લેવા માટે મિનિમમ સિક્યોરિટી ડિપોઝિટ 5000 રૂપિયા છે. આ ફ્રેન્ચાઇઝી દ્વારા એક દિવસમાં કરવામાં આવતા ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શનના સંભવિત મહત્તમ સ્તર પર આધારિત છે. પછીથી આ એવરેજ ડેલી રેવન્યૂના આધાર પર વધે છે. સિક્યોરિટી ડિપોઝીટ NSCના ફોર્મમાં લેવામાં આવે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags