સત્ય ડે

204k Followers

ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણીને ખુશ થઈ જશો

06 Aug 2020.09:39 AM

મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં બુધવારના રોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાં સિંચાઈ માટેની વીજળી ખેડૂતોને 10 કલાક સુધી મળશે.

બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ખેડૂતોને આપવામાં આવતી વીજળીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આગામી 7 ઓગસ્ટથી વીજળી 10 કલાક આપવાનો સરકારે નિર્ણય લીધો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આથી લાભ થશે

હાલમાં ચોમાસું ખેંચાતા અને વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને વરસાદ નહી વરસતા તેમને પોતાનો પાક ગુમાવવો પડે અને મોટુ નુક્શાન થવાની સંભાવનાઓ છે, ત્યારે આ નિર્ણયથી ખેડૂતોના ચહેરા પર હર્ષની લાગણી છવાઇ છે.

આ નિર્ણયથી ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો ખુશ થઇ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 મી ઓગષ્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરી શિલાન્યાસ કરવાના છે.અયોધ્યામાં રામ મંદિર નિર્માણની 5 ઓગસ્ટથી શરુઆતને લઇ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

રામ મંદિરનું નિર્માણ કાર્ય યાદગાર બની રહે એ માટે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપૂત સમાજના રામ ભક્ત ખેડૂતે અનોખી રીતે પોતાની રામ ભક્તિના દર્શન કરાવ્યા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Satya Day