સંદેશ

1.5M Followers

લોકડાઉન બાદ અર્થવ્યવસ્થા ઉભી કરવા RBI કરશે લોકોની મદદ, લઈને આવી ખાસ સ્કીમ

07 Aug 2020.07:41 AM

કોરોનાની મહામારી અને લોકડાઉન બાદ ભારતીય અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. 2008ના આર્થિક સંકટ બાદ પહેલી વાર ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે ઘોષણા કરી હતી કે તે કંપનીઓથી લઈ સામાન્ય જનતા સુધી લોન રિસ્ટ્રક્ચરની સુવિધા લાવશે. તેના મારફતે એરલાઈન કંપનીઓ, હોટેલ અને સ્ટીલ-સિમેન્ટની કંપનીઓ પણ પોતાની લોન રિસ્ટ્રક્ચર કરી શકશે, જે કોરોનાને કારણે નુકસાન ભોગવી રહી છે. રિઝર્વ બેંક સતત પ્રયાસ કરી રહી છે કે, છેલ્લા 100 વર્ષોમાં આવેલી સૌથી મોટી ક્રાઈસિસમાં લોકોની મદદ કરી શકે.

લોન રિસ્ટ્રક્ચરની આ સ્કીમ સરકારના ઈનસોલવન્સી અને બેંકરપ્સી કોડને થોડા સમય માટે નિષ્ક્રિય બનાવી દેશે.

અમુક બિઝનેસ જેવા કે હોટેલ, એરલાઈન અને અહીં સુધી કે ફેકટરીઓ કાં તો બંધ થઈ ગઈ છે અથવા પોતાની ક્ષમતાથી ખુબ જ ઓછું પ્રોડક્શન કરી રહી છે. આ ઉપરાંત કોરોનાને કારણે અનેક લોકોની નોકરીઓ પણ જઈ રહી છે. અને હાલની પરિસ્થિતિને કારણે બિઝનેસને લાંબા સમય સુધી નુકસાન પહોંચી શકે છે. અને તેથી જ રિઝર્વ બેંકના ગવર્નર શશિકાંત દાસે લોન રિસ્ટ્રક્ચરની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે.

રિઝર્વ બેંકે નિયમ બનાવ્યો છે કે બેંક લોન રિસ્ટ્રક્ચર થયેલ રકમના 10 ટકા અલગ રાખશે, જેથી તે ભવિષ્યમાં કોઈ નુકસાનની સ્થિતિ સામે લડી શકે. આ નિર્ણય બાગ સરકારને તમામ પબ્લિક સેક્ટર બેંકોને કેપિટલ પૂરુ પાડવું પડશે, જે લગભગ બે તૃતીયાંશ બિઝનેસ ચલાવી રહી છે. આ સ્કીમની ડિટેલ્સ પર એક્સપર્ટ પેનલ કામ કરશે, જેની અધ્યક્ષતા દિગ્ગજ બેંકર કેવી કામત કરી રહ્યા છે.

હોમ લોન લેનાર લોકો, જેઓએ રિઝર્વ બેંકની મોરાટોરિયમનો લાભ લીધો છે, જે 31 ઓગસ્ટ સુધી ખતમ થઈ રહી છે, તેઓને પોતાની બેંક કે હાઉસિંગ ફાયનાન્સ કંપની તરફથી લોન રિસ્ટ્રક્ચરીંગની ઘોષણાની રાહ જોતા હતા. માનવામાં આવી રહ્યું છે કે, રિસ્ટ્રક્ચરિંગના હેઠળ શરૂઆતી વર્ષોમાં ઓછા ઈએમઆઈની ચૂકવણી કરવાની રહેશે. રિઝર્વ બેંકની સ્કીમ લોનધારકો અને મોરાટોરિયમની સુવિધાને વધુ આગળ વધારવા માટે વિકલ્પ પણ આપશે. ફક્ત એક જ શરત હશે કે દેવાની સમયસીમા 2 વર્ષથી વધારી શકાશે નહીં. આ ઉપરાંત માર્ચ 2020માં મોરાટોરિયની સુવિધાના એલાન પહેલાં ડિફોલ્ટ થયેલાં લોકોને આ સ્કીમનો લાભ નહીં મળે. સાથે જ આ સ્કીમ ફાયનાન્સિયલ સેક્ટરનાં એકમો, કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ નગર પાલિકા સહિતનાં સરકારી એકમો પણ તેનો લાભ ઉઠાવી નહીં શકે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદમાં વધુ એક આગનો બનાવ

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags