જયહિન્દ

28k Followers

ગુજરાત સરકારની નવી ઉદ્યોગ નીતિ જાહેર: નાના ઉદ્યોગોને 35 લાખ સુધી સબસિડી મળશે

07 Aug 2020.8:41 PM

નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે: આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા નવી ઔદ્યોગિક નીતિ મદદરૂપ થશે: મુખ્યમંત્રી

નવી ઔદ્યોગિક નીતિના મુદ્દા
(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) ગાંધીનગર, તા. ૭
૧૫ થ્રસ્ટ સેક્ટર્સની પરિકલ્પના કરવામાં આવી છે. આ થ્રસ્ટ સેક્ટર્સને કોર સેક્ટર્સ અને સનરાઇઝ સેક્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવશે.
ઈન્વેસ્ટમેન્ટની ૧૨% રકમ પરત આપવામાં આવશે
તમામ ઉદ્યોગકારોને સમાન તક મળશે
નવા ઉદ્યોગકારોને સરકારી જમીન લીઝ પર અપાશે
બજાર િંકમતથી ૬% ભાડું ચુકવવાનું રહેશે
જમીન મોર્ગેજ રાખી બેંક લોન થઈ શકશે
૫ વર્ષે ઈલેક્ટ્રિક ડ્યૂટીમાંથી મુક્તિ મળશે
સંશોધન પર વધુ ધ્યાન આપવામાં આવશે
એમએસએમઈ એક્ઝિબિશનના સ્ટોલમાં પણ મદૃદૃ મળશે
સેવાક્ષેત્રમાં એમએસએમઈ સેક્ટરમાં ૭% સુધી સબસીડી અપાશે
સોલારનો ઉપયોગ કરતા એમએસએમઈ માટે પાવર સાયકલ વધારાશે
આદિૃવાસી વિસ્તારમાં ઔદ્યોગિક પાર્કમાં ૨૫% સહાય અપાશે
વધારાની વીજળી ૨.૨૫ પ્રતિ યુનિટથી ખરીદૃવામાં આવશે

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
ગાંધીનગર, તા.


ગુજરાત સરકારે આજે નવી ઔદ્યોગિક નીતિની જદૃાહેરાત કરી છે. ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. તેમજ નાના ઉદ્યોગોને ૩૫ લાખ સુધીની સમબિડી અપાશે, એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના શાસનને આજે ૪ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરતા જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી નવી પોલિસીમાં વૈશ્ર્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદૃનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોના સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ઉદ્યોગ નીતિની જાહેર કરતી વખતે રૂપાણીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા નવી ઔદ્યોગિક નીતિ પણ મદૃદૃરૂપ થશે, એમ તેમણે ઉમેર્યું હતું. તેઓએ સાથે એ પણ જણાવ્યું હતું કે, કોરોના કાબૂમાં આવ્યા બાદૃ વાઈબ્રન્ટ સમિટ અંગે નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઔદ્યોગિક નીતિ પૂર્ણ થઈ હતી. જેને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસને સમર્થન મળ્યું હતું. ભારત સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે ૪૯ મિલીયન યુએસ ડોલરના મૂડીરોકાણમાં દૃેશની સરખામણીમાં ૫૧ ટકા હિસ્સો ગુજરાતનો છે. રાજ્યની પોલીસીને કારણે આપણને આ સફળતા મળી છે. વર્ષ ૨૦૧૯ દૃરમિયાન પ્રપોઝ ઈન્વેસ્ટમેન્ટમાં ૪૮ ટકાનો વધારો થયો છે. તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ રોકાણમાં ૩૩૩ ટકાનો વધારો થયો છે. આમ દૃેશની સરખામણીએ ગુજરાતમાં નોંધપાત્ર વધારો થયો છે. સનરાઈઝ સેક્ટર્સમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ, ઇકો-ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી ૪.૦ ઇક્વિપમેન્ટ, સોલાર/વિન્ડ ઇક્વિપમેન્ટ અને એક્સપોર્ટ આધારિત એકમો સહિતના એવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટની નોંધપાત્ર સંભાવનાઓ છે અને સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદૃાન આપી શકે છે. થ્રસ્ટ સેક્ટર્સને પોલિસીના એક હિસ્સા તરીકે ઇક્ધ્રીમેન્ટલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. જ્યારથી જીએસટી લાગૂ કરવામાં આવ્યો ત્યારથી નેટ એસજીએસટી પ્રમાણે વળતર આપવામાં આવતું હતું, હવે નવી ઉદ્યોગ પોલિસીમાં એસજીએસટીના વળતરોને ડિ-િંલક એટલે કે દૃૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કરનાર ગુજરાત દૃેશનું પ્રથમ રાજ્ય છે. હવે મોટા ઉદ્યોગોને ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(એફસીઆઈ)ના ૧૨ ટકાના ધોરણે રોકડ રકમ અપાશે. કોઇપણ ઔદ્યોગિક એકમને આપવામાં વળતરની રકમની કોઇ મહત્તમ મર્યાદૃા રાખવામાં આવી નથી.
આ નિર્ણયથી રાજ્યમાં મોટાં મૂડીરોકાણોને લાવવામાં મદૃદૃ મળશે. આ લાભ વાર્ષિક રૂ.૪૦ કરોડની ટોચ મર્યાદૃામાં ૧૦ વર્ષ સુધી અપાશે.

The post ગુજરાત સરકારની નવી ઉદ્યોગ નીતિ જાહેર: નાના ઉદ્યોગોને 35 લાખ સુધી સબસિડી મળશે appeared first on Jai Hind.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: JaiHind Gujarati

#Hashtags