સંદેશ

1.5M Followers

સુપ્રીમ કોર્ટે દિકરીઓનો સંપત્તિમાં હકને લઇ આપ્યો મોટો ચુકાદો

11 Aug 2020.1:52 PM

સુપ્રીમ કોર્ટે મહિલાઓના હકમાં એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે પિતાની પૈતૃક સંપત્તિમાં દિકરા-દિકરીનો બરાબર હક છે. થોડો પણ ઓછો નથી. તેમણે કહ્યું કે દિકરી જન્મની સાથે જ પિતાની સંપત્તિમાં બરાબરની હકદાર થઇ જાય છે. દેશની સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે આજે સ્પષ્ટતા કરી દીધી કે ભફલે પિતાનું મૃત્યુ હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદા, 2005 લાગૂ થયા પહેલાં થયો હોય છતાંય દિકરીને માતા-પિતાની સંપત્તિ પર અધિકાર હશે.

સુપ્રીમ કોર્ટે એ વાત પર જોર આપ્યું કે પિતાની પૈતૃક સંપત્તિમાં દિકરીને પોતાના ભાઇથી જરાય ઓછો હક નહીં. તેમણે કહ્યું કે જો દિકરીનું મૃત્યુ પણ 9 સપ્ટેમ્બર 2005થી પહેલાં થયું હોય તો પણ પિતાની પૈતૃક સંપત્તિમાં તેનો હક બની રહે છે.

તેનો મતલબ એ થયો કે જો દિકરીના બાળકો ઇચ્છે તો પોતાની માતાના પિતા (નાના)ની સંપત્તિમાં હિસ્સો મેળવવાનો દાવો ઠોકી શકે છે. તેમને પોતાની માતાના અધિકારી તરીકે નાનાની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળશે.

પહેલાં નિયમ શું હતો?

હિન્દુ સેકશળન એક્ટ, 1956મા વર્ષ 2005મા સંશોધન કરીને દિકરીઓને પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સો મેળવવાનો કાયદાકીય અધિકાર આપ્યો. તેના અંતર્ગત દિકરી ત્યારે પોતાના પિતાની સંપત્તિમાં પોતાના હિસ્સાનો દાવો કરી શકે છે જ્યારે પિતા 9 સપ્ટેમ્બર 2005 સુધી જીવતા રહ્યા હોય. જો પિતાનું મોત આ તારીખથી પહેલાં થઇ ગયું તો દિકરીને પૈતૃક સંપત્તિ પર કોઇ અધિકાર લાગશે નહીં. જ્યારે સુપ્રીમ કોર્ટે તેને બદલતા કહ્યું કે પિતાના મૃત્યુ સાથે તેને કોઇ લેવા-દેવા નથી. જો પિતા 9 સપ્ટેમ્બર 2005ના રોજ જીવતા નહોતા તો પણ દિકરીને તેની પૈતૃક સંપત્તિમાં અધિકાર મળશે. એટલે કે 9 સપ્ટેમ્બર 2005ની પહેલાં પણ પિતાનું મોત થવા છતાંય દીકરીનો હમવારિસ થવાનો અધિકાર છીનવાશે નહીં.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા દ્વારા સ્પષ્ટતા કરી દીધી છે કે 9 સપ્ટેમ્બર 2005ની પહેલાં જો કોઇ પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પણ દિકરીઓને સંપત્તિમાં દિકરાની બરાબર હિસ્સો મળશે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અગત્યની છે કે દિકરીઓ આખી જિંદગી માતા-પિતાને પ્રેમ કરનારી હોય છે. એક દિકરી પોતાના જન્મથી મૃત્યુ સુધી માતા-પિતા માટે પ્યારી દિકરી હોય છે. જ્યારે વિવાહ બાદ દિકરાઓની નિયત અને વ્યવહારમાં ફેરફાર આવે છે પરંતુ દિકરીઓની નિયતમાં નહીં. વિવાહ બાદ પણ દીકરીઓનો પ્રેમ માતા-પિતા માટે વધુ વધી જાય છે. આ કેસમાં આ દ્રષ્ટિથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ છે કે જ્યારે આખી દુનિયામાં છોકરીઓ છોકરાની બરાબર પોતાની હિસ્સેદારી સાબિત કરી રહી છે એવામાં માત્ર સંપત્તિના મામલામાં તેની સાથે આ મનમાની અને અન્યાય ના થાય. જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચે આ ચુકાદો આપતા સ્પષ્ટતા કરી દીધી કે દિકરીઓને દિકરાની બરાબર સંપત્તિમાં હિસ્સો મળશે. દિકરી આજીવન હમવારિસ જ રહેશે ભલે પિતા જીવતા હોય કે ના હોય. એટલે કે નારી શક્તિ મજબૂત કરવાનો વધુ એક રસ્તો સ્પાષ્ટ થશે.

આ વીડિયો પણ જુઓ : દિકરાઓની જેમ દિકરીઓને પણ સમાન અધિકાર

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags