GSTV

1.3M Followers

મોટા સમાચાર/ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ હવે મોબાઈલ ફોન પર પણ કસાઈ શકે છે ગાળિયો : OPPO અને VIVOને લાગશે ઝટકો

16 Sep 2020.07:01 AM

સરકાર તરફથી ચાઇનીઝ એપ્સ બાદ ચાઇનીઝ મોબાઇલ હેન્ડસેટ્સ પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડિજિટલ કોમ્યુનિકેશન કમિશન 19 સપ્ટેમ્બરના રોજ યોજાનારી બેઠકમાં ડેટાની પ્રાઈવસી અને સિક્યોરિટીની ભલામણોને લીલી ઝંડી આપી શકે છે. ચીન અને ભારત વચ્ચે સરહદ પર તણાવ વચ્ચે ચીની એપ્સ બાદ જો મોબાઈલ પર પણ પ્રતિબંધ મૂકાયો તો ચીનને મોટો ઝટકો લાગશે. ચીનની મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં રીતસરનો ભૂકંપ જેવો ઝટકો આવશે. ચીની મોબાઈલ કંપનીઓ માટે ભારત એ સૌથી મોટુ માર્કેટ છે. ભારતે ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકતો ટીકટોક, હેલો અને પબજી સહિતની ગેમની કંપનીઓને મોટી અસર પહોંચી છે. ઓપ્પો, વીવો અને શાઓમી જેવા મોબાઈલો ભારતમાં મળવાના બંધ થઈ જશે.

હાલમાં મોદી સરકાર આ તણાવને શાંતિપૂર્ણ રીતે હલ કરવા માગે છે પણ ચીન સરહદ પર સૈન્ય વધારતું જ જાય છે. તણાવ વચ્ચે ભારત મોબાઈલ કંપનીઓ પર પ્રતિબંધ મૂકતાં જરાયે વાર નહીં કરે એવું સૂત્રો જણાવી રહ્યાં છે.

કંપનીઓએ ડેટા સિક્યુરિટી લેવાની રહેશે

ટ્રાઇની ભલામણો અનુસાર હેન્ડસેટ કંપનીઓએ ગ્રાહકના ડેટાની સુરક્ષાની જવાબદારી લેવી પડશે. ટ્રાઇએ આની ભલામણ 2018માં કરી હતી. ટ્રાઇએ ડેટા પ્રાઈવસી, સિક્યોરિટી, માલિકીને લઈને ભલામણ કરી હતી. ICAએ ટ્રાઇની ભલામણોનો વિરોધ કર્યો હતો. આ ભલામણમાં કહેવામાં આવ્યું હતું કે એપ્લિકેશન્સ, ઓપરેટિંગ સિસ્ટમ્સ, મોબાઇલ હેન્ડસેટ્સ દ્વારા ગ્રાહકોના ડેટાની સુરક્ષા કરવી પડશે. કંપનીઓએ ભારતમાં તેમના સર્વર સ્થાપિત કરવા પડશે. ભારતના 74% માર્કેટ પર ચીની હેન્ડસેટ્સનો કબજો છે.

Facebook, Twitter, WhatsApp પર રેગુલેશન નહી

આ વચ્ચે ટ્રાઈએ Facebook, Twitter, WhatsApp જેવા OTT એપ્સ વિશે કહ્યું છે કે, તેમના નિયમન માટે ગાઈડલાઈનની જરૂર નથી. જોકે, તેમને આ એપ્લિકેશન્સ પર દેખરેખ રાખવાનો આગ્રહ કર્યો છે. જેથી જરૂર પડે ત્યારે તેનું નિયમન કરી શકાય. ટ્રાઇનું કહેવું છે કે, તેમને નિયમન કરવું તે યોગ્ય રહેશે નહીં. બજાર તેમને નિયંત્રિત કરે છે.

જો ટ્રાઇ તેમને નિયંત્રિત કરે છે તો તેની ઉદ્યોગ પર ખરાબ અસર પડશે. ટ્રાઇએ કહ્યું હતું કે, મોનિટર કરવાની જરૂરિયાત છે રેગુલટ કરવાની નહી. માત્ર જરૂરિયાત પડવા પર આ એપ્લિકેશનો સામે પગલાં લેવા જોઈએ. આ સિવાય OTT એપ્સની ગોપનીયતા, સુરક્ષામાં દખલ કરવાની જરૂર નથી.

આ પહેલાં પણ ભારત સરકારે મોબાઈલમાં અને મોબાઈલ સિવાયના ડિજીટલ પ્લેટફોર્મ પર વપરાતી 59 ચાઇનિઝ એપ્લિકેશન (એપ) પર એક ઝાટકે પ્રતિબંધ મુકી દીધો હતો. ચીન પર આ એક પ્રકારની ડિજિટલ સ્ટ્રાઈક છે.પ્રતિબંધિત એપમાં ભારતમાં વ્યાપકણે વપરાતી ટિકટોક, વિચેટ, ઝેન્ડર, હેલો, યુસી બ્રાઉઝર વગેરેનો પણ સમાવેશ થાય છે. એમાં પણ ટિકટોકને તો ભારતમાં અસાધારણ લોકપ્રિયતા મળી છે. કેન્દ્રિય મિનિસ્ટરી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો સેક્શન 69-એ અંતર્ગત નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

અગાઉ પણ ભારત કરી ચૂકયું છે ડિજિટલ સ્ટ્રાઈક

પહેલાં પણ આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયે ભારતમાં પ્રખ્યાત ચાઇનાના 59 એપ પર પ્રતિબંધ મૂકયો હતો. જેમાં ટીકટોક, હેલો, વીચેટ, યુસી ન્યૂઝ જેવી પ્રમુખ એપ્લિકેશન સામેલ હતી. કેન્દ્ર સરકારની સૂચના આધારે સરકારે નવી 118 એપ્લિકેશન પર ફરી પ્રતિબંધ મૂકી દીધો છે. તકનીકી અધ્યાયની ધારા 69A ની અંતર્ગત ચીની એપ પર નિયંત્રણ લગાવાયું છે. ઇલેક્ટ્રોનિક્સ અને સૂચિત મંત્રાલયો સૂચવે છે કે તેમાં એઇપ્સના અવિશ્વસનીય સ્ત્રોતોમાંથી અનેક ફરિયાદો પ્રાપ્ત થઈ છે. જેમાં ચોરી માટે એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરોપયોગ, યુઝર્સના ડેટામાં અસીમિત વપરાશકર્તાઓ વગેરેનો સમાવેશ કરાયો છે.

નોંધપાત્ર વાત એ છે કે લદાખમાં એલએસી પર મે મહિનાની શરૂઆતથી જ ભારત અને ચીન વચ્ચે તનાવ રહે છે. જૂનના મધ્ય ભાગમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ગાલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ ત્યારે તણાવ વધુ તીવ્ર બન્યો હતો. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. તે જ સમયે, પાછલા મહિને ફરીથી, ચીની સૈનિકોએ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી. હાલમાં ફરી આ તણાવ વધ્યો છે ત્યારે ચીનને જવાબ આપવા માટે ભારતે ફરી 118 એપ્લિકેશન પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags