સંદેશ

1.5M Followers

મોટા સમાચાર! હવે Driving License માટે આ ડોક્યુમેન્ટની પડશે જરૂરત, નિયમોમાં થયો ફેરફાર

16 Sep 2020.7:19 PM

જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving License) બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે તમારે વધુ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે નિયમોમાં કેટલાક મોટા ફેરફાર કર્યા છે અને નિયમો સરળ બનાવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ નવા નિયમો લાગૂ કરવા માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. જેથી ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જ ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ ઘણી સરળ બની જશે. રિપોર્ટ પ્રમાણે નવા નોટિફિકેશન મુજબ હવે ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા, ગાડીનું રજિસ્ટ્રેશન, લાઇસન્સનું નવીનીકરણ અને આના સંબંધી ડોક્યુમેન્ટ્સમાં એડ્રેસ બદલવા માટે આધાર કાર્ડનો ઉપયોગ થશે.

માહિતી મુજબ રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના કહેવાથી આ ફેરફાર થયા છે.

આ પાછળનો ઉદ્દેશ્ય ડ્રાઇવિંગ લાઇસન્સ અને કાર રજિસ્ટ્રેશનમાં નકલી એડ્રેસના દસ્તાવેજ લગાવવાથી રોકવાનો છે. હવે લોકો ઘરેથી પોતાનું કામ કરી શકશે. જો કોઈ ઓનલાઇન સેવા લેવા ઇચ્છે છે તો આધાર ઓથેન્ટિકેશનથી કામ થઈ જશે. આ સિવાય રિપોર્ટ મુજબ રોડ મિનસ્ટ્રીએ ડ્રાઇવિંગ લાઇસન્સ અને મોટર વાહન દસ્તાવેજોની માન્યતા અવધિ પણ 31 ડિસેમ્બર 2020 સુધી વધારી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags