VTV News

1.2M Followers

સારા સમાચાર / પ્રદુષણ અટકાવવા રૂપાણી સરકાર લાવી આ યોજના, વિદ્યાર્થીઓને 12000 અને રીક્ષા ચાલકોને 48000ની સહાય

18 Sep 2020.07:51 AM

CM રૂપાણીએ રાજ્યના વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે.

  • પ્રદુષણ અટકાવવા રાજ્ય સરકારનો નિર્ણય
  • ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર અપાશે સહાય
  • ટુ વ્હીલરની ખરીદી પર 12 હજારની સહાય

વિદ્યાર્થીઓને મળશે રાહત

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર 12000 રૂપિયાની સહાય આપશે. આ સહાય 10,000 વાહનોને આપવાનો લક્ષ્‍યાંક છે.

ઇ-રિક્ષા ખરીદીમાં પણ 48000 રૂપિયાની સહાય

વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags