VTV News

1.2M Followers

નિવેદન / મુખ્યમંત્રીની ખેડૂતો માટે જાહેરાત બાદ કૃષિમંત્રીનું નિવેદન, જાણો ક્યારે અને કેટલી મળશે સહાય

21 Sep 2020.6:36 PM

અતિવૃષ્ટિથી નુકસાન બદલ ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં 3700 કરોડની ખેડૂતોને સહાયની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરાત બાદ કૃષિમંત્રી આર.સી. ફળદુએ સહાય આપવાને લઇને નિવેદન આપ્યું હતું.

  • રાજય સરકારની ખેડૂતો માટે સહાયની જાહેરાત
  • 3700 કરોડની ખેડૂતોને સહાય કરાશે
  • સર્વેના આધારે સહાયનો નિર્ણય કર્યોઃ કૃષિમંત્રી

ખેડૂતોને થયેલ નુકશાની અંગેની રાજ્ય સરકારની જાહેરાતને ભાજપ અને કોંગ્રેસ બંનેએ આવકારી છે. સાથે જ કાર્યકર્તાઓ અને અધિકારીઓને ખેડૂતોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.

ત્યારે હવે આ અંગે કૃષિમંત્રીએ પણ નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રીએ મોટુ મન રાખીને નિર્ણય કર્યોઃ ફળદુ

ખેડૂતોને સહાય અંગે કૃષિમંત્રી આર.સી ફળદુએ કહ્યું કે અગાઉ સરકારે સર્વે કર્યો હતો. આ સર્વેના આધારે સહાયનો નિર્ણય કર્યો છે. ઓગસ્ટમાં વરસાદથી પાકને વિપરિત અસર પડી છે. સર્વેના અહેવાલો આધારે નિર્ણય લેવાયો છે. સર્વે અને સ્થિતિને ધ્યાને રાખવામાં આવી છે. અમે જે કહ્યું હતું તેનું પાલન કર્યુ છે. મુખ્યમંત્રીએ મોટુ મન રાખીને નિર્ણય કર્યો છે. સરકારી આફતના સમયે સરકાર ખેડૂતોની પડખે છે.

પ્રતિ હેક્ટર 10 હજારની સહાયનો નિર્ણયઃ ફળદુ

ફળદુએ કહ્યું કે, રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી ઉમેરો કર્યો છે. પ્રતિ હેક્ટર 10 હજારની સહાયનો નિર્ણય કર્યો છે. ખેડૂતોવતી CM અને DyCMને અભિનંદન. ભૂતકાળમાં પણ ભાજપ સરકાર ખેડૂતોની પડખે રહી. ખેડૂતોની આર્થિક ઉન્નતી માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાષ્ટ્ર સેવામાં ગુજરાતનો ખેડૂત મહેનત કરી રહ્યો છે.

દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં નાણા જમા કરાવીશુંઃ ફળદુ

સર્વેના અહેવાલ આવશે તે પ્રમાણે વિસ્તારોનો ઉમેરો થશે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં નાણા જમા કરાવીશું. હજુ પણ સર્વેના અહેવાલોની કામગીરી ચાલુ. એકપણ ખેડૂતને વંચિત રાખવામાં નહીં આવે.

કોંગ્રેસ પર કૃષિમંત્રી આર.સી ફળદુના પ્રહાર઼

ફળદુએ કહ્યું કે કોંગ્રેસ સરકાર દરમિયાન ખેડૂતો રાતા પાણીએ રડતા હતા. કોંગ્રેસે સહાયના નામે ખેડૂતો પર બોજો નાખ્યો. કોંગ્રેસને ખેતીના મુદ્દે અજ્ઞાન છે. ભૂતકાળમાં કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યુ ? 32.15 લાખ ખેડૂતોએ અરજીઓ કરી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags