VTV News

1.2M Followers

ચિંતા / નવા 1402 કેસઃ રાજ્યમાં કુલ 1,26,169 દર્દીઓમાંથી 1,06,412 સાજા થયા, હવે માત્ર આટલા એક્ટિવ કેસ

22 Sep 2020.7:43 PM

ભારતમાં કોરોના વાયરસના કેસ 55 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 88 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. તો સુરત માથે કોરોના સંકટ છે તો બીજી તરફ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રિકવરી રેટ સારો છે. રોજના 200થી વધુ દર્દીઓ સાજા થઇ રહ્યા છે.

  • 24 કલાકમાં રાજ્યમાં 62,097 કોરોનાના ટેસ્ટ કરાયા
  • છેલ્લા 24 કલાકમાં 1402 કોરોનાના નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 62,097 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1402 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.34 ટકા છે. તો રાજ્યમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે.

4 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં નવા 1430 કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1,26,169 પર પહોંચ્યો છે. તો આજે 1,321 દર્દીઓ સાજા થયા અને 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,355 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16,402 કેસ એક્ટિવ છે. જેમાં 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આજે 4 જિલ્લામાં 100થી વધુ દર્દીઓ સાજા થયા

આજે 1,316દર્દીઓ સાજા થતાં રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,05,091 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.23 ટકા થયેલ છે. આજે સૌથી વધુ સુરતમાં 281, અમદાવાદમાં 124, જામનગરમાં 130, રાજકોટમાં 152 દર્દીઓ સાજા થયા છે.

સુરતમાં છેલ્લા 11 દિવસમાં રોજના 200થી વધુ દર્દી થયા સાજા

આજે સુરતમાં 281, 21 સપ્ટેમ્બરે 294 દર્દીઓ 20 સપ્ટેમ્બરે 286, 19 સપ્ટેમ્બરે 257, 18 સપ્ટેમ્બરે 252, 17 સપ્ટેમ્બરે 290, 16 સપ્ટેમ્બરે 293, 15 સપ્ટેમ્બરે 265, 14 સપ્ટેમ્બરે 265, 13 સપ્ટેમ્બરે 300, 12 સપ્ટેમ્બરે 277 અને 11 સપ્ટેમ્બરે 242 દર્દીઓ સાજા થયા હતા.

આજે કોરોનાના 62,097 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં આજે કુલ 62,097 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 39,24,463 ટેસ્ટ કરવામાં આવ્યા. તો આજે સુરતમાં 294 અમદાવાદમાં 185, રાજકોટમાં 150, વડોદરામાં 136, જામનગરમાં 123, મહેસાણા 32 કેસ, ભાવનગરમાં 47 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.

22/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 185
સુરત 298
વડોદરા 136
ગાંધીનગર 52
ભાવનગર 47
બનાસકાંઠા 46
આણંદ 5
રાજકોટ 150
અરવલ્લી 8
મહેસાણા 32
પંચમહાલ 28
બોટાદ 10
મહીસાગર 15
ખેડા 8
પાટણ 19
જામનગર 123
ભરૂચ 22
સાબરકાંઠા 12
ગીર સોમનાથ 14
દાહોદ 12
છોટા ઉદેપુર 5
કચ્છ 33
નર્મદા 6
દેવભૂમિ દ્વારકા 9
વલસાડ 3
નવસારી 8
જૂનાગઢ 35
પોરબંદર 5
સુરેન્દ્રનગર 12
મોરબી 23
તાપી 10
ડાંગ 2
અમરેલી 29
અન્ય રાજ્ય 0
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags