VTV News

1.2M Followers

મહામારી / ગુજરાતમાં એક દિવસના અત્યાર સુધીના રૅકોર્ડ બ્રેક 1442 કોરોનાના કેસ, સુરતનો આંકડો ચિંતા વધારનારો

25 Sep 2020.7:46 PM

ભારતમાં કોરોના વાયરસના કેસ 57 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 91 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. મહાનગરો બાદ બીજા 4 જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે.

  • રાજ્યમાં રૅકર્ડબ્રેક 1442 કોરોનાના કેસ
  • કુલ કેસનો આંકડો 1,30,391 પર પહોંચ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61,912 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1442 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેને લઇને કુલ આંકડો 1,30,391 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.74 ટકા છે. આજે દર્દીઓ 1279 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 110490 પર પહોંચ્યો છે. આજે 12 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3396 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16505 છે.

મહાનગરો બાદ આ જિલ્લાઓમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા

આજે મહાનગર રાજકોટમાં 182, સુરતમાં 285, અમદાવાદમાં 125, જામનગરમાં 101 અને વડોદરામાં 109 દર્દીઓ સાજા થયા છે.

આજે 12 દર્દીઓના મોત થયા

આજે કોરોના વાયરસે 12 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, રાજકોટમાં 2, વડોદરામાં 2 અને બનાસકાંઠામાં 1, ગાંધીનગર 1 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.

અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું

સુરત બાદ અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. અમદાવાદમાં આજે 182 કોરોનાના નવા કેસ સાથે કુલ આંકડો 35,854 પર પહોંચ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં અમદાવાદમાં સૌથી 1798 દર્દીઓના મોત થયા છે.

આજે કોરોનાના 61,912 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં આજે કુલ 61,912 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 41,10,186 ટેસ્ટ કરવામાં આવ્યા. રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

25/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 182
સુરત 300
વડોદરા 134
ગાંધીનગર 48
ભાવનગર 45
બનાસકાંઠા 41
આણંદ 13
રાજકોટ 148
અરવલ્લી 10
મહેસાણા 48
પંચમહાલ 27
બોટાદ 10
મહીસાગર 12
ખેડા 10
પાટણ 34
જામનગર 114
ભરૂચ 26
સાબરકાંઠા 14
ગીર સોમનાથ 11
દાહોદ 12
છોટા ઉદેપુર 7
કચ્છ 30
નર્મદા 10
દેવભૂમિ દ્વારકા 9
વલસાડ 7
નવસારી 9
જૂનાગઢ 33
પોરબંદર 4
સુરેન્દ્રનગર 28
મોરબી 25
તાપી 7
ડાંગ 0
અમરેલી 34
અન્ય રાજ્ય 0
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags