VTV News

1.2M Followers

ચિંતા / રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા 41 લાખને પાર, આજે 1417 કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક ચિંતાજનક

26 Sep 2020.7:46 PM

ભારતમાં કોરોના વાયરસના કેસ 59 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 91 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. મહાનગરો બાદ બીજા 4 જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે.

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1417 નવા કેસ
  • કુલ દર્દીઓનો આંકડો 1,31,808 પર પહોંચ્યો
  • છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના થયાં મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61,865 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1417 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેને લઇને કુલ આંકડો 1,31,808 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.90 ટકા છે. આજે દર્દીઓ 1419 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 111909 પર પહોંચ્યો છે. આજે 13 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3409 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16490 છે.

મહાનગરો બાદ આ જિલ્લાઓમાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા

આજે મહાનગર રાજકોટમાં 168, સુરતમાં 297, અમદાવાદમાં 195, જામનગરમાં 110 અને વડોદરામાં 136 દર્દીઓ સાજા થયા છે.

આજે 13 દર્દીઓના મોત થયા

આજે કોરોના વાયરસે 13 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, રાજકોટમાં 2, વડોદરામાં 2 અને ભાવનગર 1, પાટણ 1, ગીર સોમનાથ 1 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.

આજે કોરોનાના 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં આજે કુલ 61,865 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 41,72,051 ટેસ્ટ કરવામાં આવ્યા. રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

26/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 195
સુરત 297
વડોદરા 136
ગાંધીનગર 31
ભાવનગર 33
બનાસકાંઠા 37
આણંદ 4
રાજકોટ 168
અરવલ્લી 5
મહેસાણા 48
પંચમહાલ 25
બોટાદ 3
મહીસાગર 17
ખેડા 10
પાટણ 35
જામનગર 110
ભરૂચ 21
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 19
દાહોદ 15
છોટા ઉદેપુર 5
કચ્છ 42
નર્મદા 10
દેવભૂમિ દ્વારકા 6
વલસાડ 4
નવસારી 9
જૂનાગઢ 36
પોરબંદર 5
સુરેન્દ્રનગર 19
મોરબી 22
તાપી 9
ડાંગ 0
અમરેલી 32
અન્ય રાજ્ય 0
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags