GSTV

1.3M Followers

PUBG Mobileના ફેન્સને લાગશે મોટો ઝટકો, આજથી ભારતમાં નહી રમી શકો આ ગેમ: કંપનીએ કર્યો આ ખુલાસો

30 Oct 2020.10:08 AM

PUBG Mobileના ફેન્સ માટે એક માઠા સમાચાર છે. આજે PUBG Mobile Indiaના ઑફિશિયલ પેજે ઘોષણા કરીને જણાવ્યું કે હવે PUBG Mobile અને PUBG Mobile Lite 30 ઓક્ટોબરથી બંધ થવા જઇ રહી છે. હકીકતમાં 2 સપ્ટેમ્બરે ગેમને બૅન કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી ગેમ ચાલી રહી હતી. કંપનીએ ગુરુવારે ફેસબુક પરની એક પોસ્ટમાં આની જાણ કરી. લગભગ એક મહિના પહેલા ભારતે 118 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ 118 એપ્સમાં, ભારતમાં પ્રખ્યાત ગેમિંગ એપ્લિકેશન PUBG પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારે આ Apps બંધ કરવાનું કારણ ચીનથી સુરક્ષાનો ખતરો જણાવ્યું હતું. હવે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે પબજી મોબાઇલના ડેવલપર પબજી કોર્પે લિંક્ડઈન પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બેટલ રોયલ-સેટાઇવ ગેમ્સની ભારત વાપસીની સંભાવના છે.

મોબાઈલ ગેમની માલિકીની ટેન્સન્ટ ગેમ્સએ ફેસબુક પરની એક પોસ્ટમાં કહ્યું કે તે ખૂબ જ દુ: ખની વાત છે. આ સાથે તેમણે ભારતમાં PUBG મોબાઇલ અને PUBG મોબાઇલ લાઇટ ફેન્સનો આભાર માન્યો. કંપનીએ એમ પણ કહ્યું હતું કે યુઝર્સના ડેટાની સુરક્ષા હંમેશા તેમની પ્રાથમિકતા રહી છે અને તેઓએ હંમેશા ભારતમાં લાગુ ડેટા સંરક્ષણ કાયદા અને નિયમોનું પાલન કર્યું છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમારી પ્રાઇવસી પોલીસીમાં, એવું કહેવામાં આવ્યું છે કે તમામ યુઝર્સની ગેમપ્લે માહિતી પારદર્શક રીતે પ્રોસેસ કરવામાં આવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેન્સન્ટ પબજી મોબાઇલના ડેવલપર પબજી કોર્પોરેશનને તમામ રાઇટ્સ પરત કરી રહ્યું છે, જે ક્રાફ્ટ્સ ગેમ યુનિયનની કંપની છે.

PUBG Mobile Indiaએ તે બાદ જણાવ્યું હતું કે PUBG Mobileના પબ્લિશિંગ રાઇટ્સ એકવાર ફરી PUBG Corporation પાસે આવી ગયા છે. તેમણે સાથે જ જણાવ્યું કે હંમેશા ભારત માટે આગળ રહેશે અને તમામ નિર્ણય સ્વીકારશે.

PUBG Mobileના તમામ સર્વર ભારતમાં જલ્દી થશે બંધ

PUBG Corportionએ તાજેતરમાં જ ઘોષણા કરી હતી કે તે ટેનસેંટ સાથે ભારતમાં પાર્ટનરશિપ તોડી રહ્યું છે. સાથે જ તેમણે આ વસ્તુનો ઉકેલ લાવવા વિશે પણ કહ્યું હતું.

PUBG Mobileને ભારતમાં પરત લાવવાના પ્રયાસ જરૂર કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ લિંક્ડઇન પર ભારતમાં PUBG Mobile માટે જોબ્સ માટે ઓફર્સ પણ મુકવામાં આવી હતી. કેટલાક રિપોર્ટ્સ અનુસાર ભારત માટે આ ગેમનું અલગ વર્ઝન આવવાનું છે.

PUBG Mobileને Krafton Game Unionએ બનાવી હતી જે અસલમાં સાઉથ કોરિયાની Bluehole Incorporatedની નાની કંપની છે. પહેલા આ ગેમના ભારતમાં પબ્લિશિંગ રાઇટ્સ ટેનસેંટ ગેમ્સ પાસે હતાં. હવે બેન બાદ Bluehole Incorporatedએ ટેનસેંટ સાથે પોતાના સંબંધો તોડી નાંખ્યા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags